મેરાન્યૂઝ નેટવર્ક.ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા ભાજપના પ્રમુખ જુગાર-રમી રમાડતાં પોતાના કબ્જા વાળી જગ્યાએથી જુગારધામ ઝડપાયુ છે ત્યારે આ જુગારધામ ઘણા વર્ષોથી પોતાના હોદ્દાના રૂએ ચલાવતા હોવાની રાવ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા વાવડી ગામની સીમમાં તાલુકા ભાજપના પ્રમુખની કબજા વાળી જગ્યાએ જુગાર રમતા હોવાની હકીકત મળી હતી. તેના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ લલીતભાઈ, કમલેશભાઈ, નિલેશભાઈ, નરેન્દ્રસિંહ, વિરમસિંહ સહિતનો સ્ટાફ ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે આવેલી વાવડીની સીમ તરીકે ઓળખાતી વસાડવા જવાના માર્ગે તાલુકા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ સંઘાણીની કબ્જો  વાળી જગ્યાએ રેડ કરી હતી. જેમા ધ્રાંગધ્રા તાલુકા ભાજપના પ્રમુખ સહિતના પાંચ જુગારીઓ (૧) ઘનશ્યામભાઈ મનજીભાઈ સંઘાણી (ધ્રાંગધ્રા તાલુકા ભાજપ પ્રમુખ) (૨) અમૃતભાઈ કેશવજીભાઇ પટેલ (૩) ખોડીદાસભાઈ ગોવિંદભાઈ પટેલ (૪) લક્ષ્મણભાઈ કમણાભાઈ ધામેચા (૫) મનસુખભાઈ સવજીભાઈ દાદેચા રહે. વાવડી વાળાને રોકડ, મોબાઈલ, મોટરસાયકલ સહિતના કુલ રૂ.૮૫,૬૫૦ ના મુદ્દામાલ સાથે પાચેય શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જુગારધારા અંગેનો ગુનો નોંધાયો છે. આ જુગારની રેડમાં ધ્રાંગધ્રા તાલુકા ભાજપના પ્રમુખ ઝડપાઇ જતા સોશ્યલ મીડિયામાં અનેક ચર્ચાઓ વહેતી થઈ રહી છે