મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ધોરાજી આજે બપોરે ૧:૩૦ જુનાગઢ જામનગર એસ.ટી બસ અને કાર વચ્ચે જોરદાર અકસ્માત થતાં કારનો ભૂક્કો બોલી ગયો હતો અને કારમાં સવાલ ડોકટર સુરેશ ભાઈ ગોરધનભાઈ વડાલીયા જે પાટણના સરકારી હોસ્પિટલમાં એમો તરીકે ફરજ બજાવે છે તેમજ કારમાં બેઠેલ બે એક યુવતી અને એક અજાણ્યા છોકરાનું ઘટનાસ્થળે જ મોત થયેલ છે 

આ ઘટનાને પગલે માનવસેવા ધર્મેન્દ્ર બાબરીયા ને સાગર સોલંકીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ આવેલ હતા જેમાં એક યુવતી અને એક છોકરા નું મોત થયેલ હતો જયારે અન્ય એક પાટણના ડોકટર અને ગંભીર ઈજા થતાં તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. 

આ ઘટનાની જાણ થતા પોલીસ અને એસટીના ડેપો મેનેજર સહિતનો કાફલો દ્યટનાસ્થળે દોડી આવેલ અને પોલીસે ટ્રાફિક જામ થઇ ગયો હતો તે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જયારે ડોકટર ના સગા સંબંધીઓને માનવસેવાના ભોલાભાઈ સોલંકીએ સગા સંબંધીઓને ફોન દ્વારા જાણ કરી ને બોલાવ્યા હતા.