દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ધન્વંતરી હોસ્પિટલ બની ત્યારથી વિવાદોમાં ઘેરાયેલી રહી છે. અત્યાર સુધી લગભગ રોજ કોઈ ના કોઈ કારણથી ધન્વંતરી હોસ્પિટલ ચર્ચામાં રહે છે. મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવેલા અણગઢ નિયમો હોય કે પછી કર્મચારીઓ સાથે કરવામાં આવતી ગેરવર્તણૂંક હોય આ હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહી છે. એક રીતે અહીં વહીવટ ગંડુ રાજા જેવો ચાલતો અને તેની ફૌજ ચલાવતી હોય તેવો દેખાવા લાગ્યો હતો.

હોસ્પિટલમાં રિશેપશન પર કામ કરતા બે કર્મચારી નિકુંજ મકવાણા અને દિવ્યમ રાવલ પર મેનેજમેન્ટ દ્વારા ૨૬૭૯૦ રૂપિયાની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. દર્દીઓ માટે સગા દ્વારા આપવામાં આવતા પૈસા જે રિશેપશન પરથી ચોરી થયા છે તેનો આરોપ આ બે વ્યક્તિઓ પર મૂકવામાં આવ્યો છે.  તંત્રના બાબુઓનું એવું કહેવું છે કે તે કર્મચારીઓએ રૂપિયા લીધા છે કે નહીં તેવું હજુ જાણી શકાયું નથી છત્તા બંને પાસેથી તાત્કાલીક ધોરણે રૂપિયા ભરાવડાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું હતું કે, સીસીટીવી જોયા બાદ જો આ બંને વ્યક્તિનો કોઈ વાંક નહીં હોય તો તેમના પૈસા તેમને પરત કરવામાં આવશે. આ બનાવને ચાર દિવસ થઈ ગયા છે પણ હજુ આ વાતનો કોઈ નિવેડો નથી આવ્યો. આ બાજુ સામાન્ય વર્ગના પરિવારના આ બંને વ્યક્તિઓની મોટી રકમ તંત્રના બાબુઓ પાસે પડી છે, કારણ કે તેઓ નક્કી જ કરી શકતા નથી કે બંને માંથી કોઈનો વાંક છે અથવા રૂપિયા ચોરી કરનારું કોઈ બીજુ છે.


 

 

 

 

 

નિકુંજ એ જણાવ્યું કે ," મેનેજમેન્ટ દ્વારા તેને એવું કેહવામાં આવ્યું કે સીસીટીવી જોયા બાદ પણ તે સીસીટીવીમાં નથી આવતો પણ તેને પૈસા પરત નહીં મળે." નિકુંજ પોતે સામાન્ય માધ્યમ વર્ગીય પરિવાર માંથી આવે છે. પોતે નિર્દોષ હોવાના દાવા સાથે જે તે સમયે તેણે અને તેના મિત્રએ ડિપોઝિટ રૂપે પૈસા ભરી દીધા પણ હવે તેમને તે પરત કરવામાં નથી આવી રહ્યા તેથી તેમણે મીડિયા સાથે વાત કરવાનું નક્કી કર્યું.

હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓને આ દંડાત્મક કાર્યવાહી જેમની સામે થઈ તે કર્મચારીઓ સ સાથે વાત કરતા અટકાવવામાં આવે છે કારણ કે તેઓ મીડિયાના સંપર્કમાં છે અને ધમકી આપવામાં આવે છે કે જો અંદરની માહિતી આપશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. 


 

 

 

 

 

આ અંગે ધન્વંતરી હોસ્પિટલના સુપરવાઈઝર રાજેન્દ્રભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ રીતે ચોરી થઈ છે અને આ બંને છોકરાઓ પાસેથી રૂપિયા પણ જમા લેવામાં આવ્યા છે. આ અંગે તપાસ હજુ ચાલુ છે. સીસીટીવીમાં હજુ કંઈ મળ્યું નથી. જો બંને છોકરા નિર્દોષ હશે તો તેમની રકમ તેમને પરત કરવામાં આવશે. કેમેરા જ્યાં રૂપિયા મુક્યા હતા તે તિજોરી પાસેનું વિઝનમાં આવતું નથી.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.