મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ દેશના ઉત્તરમાં આવેલા રાજ્યો મુંબઈ સહીત દક્ષિણના રાજ્યો સાથે જોડાતો ટૂંકો માર્ગ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો હોવાથી મોડાસા-ઉમરેઠ (ડાકોર) રાજ્યધોરી માર્ગ-૨૭ નો મોટા પ્રમાણમાં ટ્રક-ટ્રેલર ચાલકો ઉપયોગમાં લેતા હોવાની સાથે બેફામ હંકારતા સતત અકસ્માતની ઘટનામાં  નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે ધનસુરા-બાયડ રોડ પર અણીયોર ત્રણ રસ્તા નજીક બાઈકને પાછળથી ટ્રકે ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલ ઉમરેઠના એક આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાયો હતો અકસ્માતના પગલે દોડી આવેલી ધનસુરા પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી કયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

રવિવારે સવારે ધનસુરા-બાયડ રોડ પર બાઈકને પાછળથી ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાતા ૧ વ્યક્તિનું ઘટનસ્થળે મોત નીપજ્યું હતું. ખેડા જીલ્લાના ઉમરેઠ ગામના ઘનશ્યામ ભાઈ બાબુ ભાઈ કાછીયા અને નટવરભાઈ શંકર ભાઈ કાછીયા બાઈક લઈ ધનસુરા સામાજિક પ્રસંગમાં હાજરી આપવા અને સંબધીને મળવા આવતા હતા. ધનસુરા-માલપુર ત્રણ રસ્તા પર બાયડ તરફથી આવતા ટ્રકના ચાલકે પાછળથી ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલા નટવરભાઈ શંકર ભાઈ કાછીયા (ઉં.વર્ષ-૬૬) રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

બાઈક ચાલક ઘનશ્યામ કાછિયાના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના સ્થળે આજુબાજુથી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તને વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલી ધનસુરા પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી અકસ્માત સર્જી ઘટનાસ્થળે ટ્રક મૂકી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસસુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.