મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂ છૂટથી મળી રહ્યો હોવાનું જગજાહેર છે જીલ્લાના શહેરી- ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે ધનસુરા પોલીસે વડાગામ નજીક કનાલના સ્થાનિક બુટલેગરને કેડી નદીના કિનારે ૩૫૫ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

અરવલ્લી જીલ્લામાંથી પસાર થતી નદીઓના કોતરોમાં દેશી દારૂની મોટા પ્રમાણમાં ભઠ્ઠીઓ ધમધમી રહી છે વડાગામ નજીક કનાલ ગામ નજીક પસાર થતી નદીના કિનારે મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતા ધનસુરા પોલીસે કનાલ નજીક પસાર થતી કેડી નદીના કિનારે રેડ પાડી કાળજી વીરાજી પરમારને દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી સાથે દેશી દારૂ ગાળવાનો ગોળ મહુડાનો વોશ લીટર ૪૭૮૦ કીં.રૂ.૯૫૮૦/- તથા દેશી દારૂ લીટર-૩૫૫ કીં.રૂ.૭૧૦૦/- તથા દારૂ ગાળવાના સાધન મળી કુલ.રૂ.૧૬૮૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ધનસુરા પોલીસે દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કરી દીધો હતો