મેરાન્યૂઝ નેટવર્ક.ધનસુરા: કોરોનાનું સંક્રમણ બે કાબુ બનતા કોરોનાની ભયાનકતાની સામે શ્રદ્ધા ને પ્રધાન્ય આપી રહ્યા છે કોરોના મહામારીને નાથવા સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક ફરજીયાત બનાવવામાં આવ્યું છે ત્યારે કોરોના મહામારીમાં પણ ધાર્મિક વિધી-વિધાનના કિસ્સામાં લોકો મોટી સંખ્યામાં પૂજા હવન કરવા મંદિરે એક સામટા,બેજવાબદાર નાગરિક બની મોટી સંખ્યામાં ઉમટી કોરોનાનું જોખમ વધારતા હોવાની અનેક ઘટનાઓ રાજ્યમાં બહાર આવી છે લોકો કોરોનાને ભગાડવાની લાહ્યમાં લોકો પરોક્ષ રીતે આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ધનસુરા તાલુકાના વડાગામ ગ્રામ પંચાયતના લેટરપેડ પર  પંચાયતમાં ફરજ બજાવતા એડહોક કર્મચારી અને અન્ય  શખ્શે કોરોના બીમારી થી બચવા એક બાધા રાખેલ હોવાથી ગામ લોકોએ ગામમાં આવેલ વિવિધ મંદિર આગળ દર રવિવારે દીવો-અગરબત્તી કરવા આહવાન કરતા રવિવારે મંદિરો આગળ ભીડ ભેગી થાય તે પહેલા ધનસુરા પીએસઆઈ બી.એસ.ચૌહાણ અને તેમની ટીમ સતર્ક બની વડાગામ ગ્રામ પંચાયતનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તેમજ ગ્રામ પંચાયતના લેટરપેડ પર વાયરલ થયેલ બાધા અંગેની ખોટી અફવાથી ગામલોકોને ન દોરાવવા આહવાન કરી કોરોના સંક્રમણને અટકાવવામાં સફળતા મળી હતી.


 

 

 

 

 

રવિવારે વડાગામ ગ્રામ પંચાયતના લેટર પેડ પર ગામમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ગામના અગ્રણીઓ અને લોકોએ એકઠા થઇ એક બાધાનું આયોજન કર્યું હોવાથી ગામ લોકોએ ગામમાં આવેલ મંદિર આગળ રવિવારે દિવા-અગરબત્તી કરવી અને ઘર આગળ પણ દિવા-બત્તી તેમજ ધૂપ કરવા આહવાન કરતો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ફક્ત રવિવારે બાધા કરવાનો ઉલ્લેખ કરતા ગામમાં આવેલ મંદિરો પર ગામલોકો એકઠા થતા કોરોના સંક્રમણનો ભય પેદા થતા ધનસુરા પોલીસ હરકતમાં આવી હતી અને તાબડતોડ વડાગામ ગ્રામ પંચાયતમાં પહોંચી ગામના સરપંચ અને અગ્રણીઓ પાસે આ અંગે ખુલાસો માંગતા સમગ્ર ઘટનાથી અજાણ સરપંચ ચોકી ઉઠ્યા હતા અને તેમને કે ગ્રામ પંચાયત તરફથી આવો કોઈ લેટરપેડ વાયરલ ન કર્યો હોવાનું જણાવતા પોલીસે ગ્રામ પંચાયતના નામે લેટર પેડ કોને વાયરલ કર્યો તે અંગે સરપંચ સાથે રાખી તપાસ કરતા ગ્રામ પંચાયતમાં વર્ષોથી એડહોક પર ફરજ બજાવતા રસીકભાઇ ફતાભાઈ પરમારે ગામના જ જીજ્ઞેશ દિલીપભાઈ શર્મા સાથે મળી લેટરપેડ પર લખાણ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી અને ધનસુરા પોલીસે બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.