મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની ખેડૂત આંદોલન અંગેની ટિપ્પણીથી ભારત સખ્તાઇભર્યું બન્યું છે. શુક્રવારે નવી દિલ્હી સ્થિત કેનેડિયન હાઈ કમિશનરને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ખેડૂતોના પ્રશ્નો પર કેનેડિયન નેતાઓની ટિપ્પણી અમારી આંતરિક બાબતોમાં દખલ આ અસહ્ય હસ્તક્ષેપ છે .

મંત્રાલયે ઉચ્ચ કમિશનરને કહ્યું કે કેનેડાના વડા પ્રધાન, કેટલાક કેબિનેટ મંત્રીઓ અને સંસદસભ્યોની ભારતીય ખેડુતોને લગતા મુદ્દાઓ પરની ટિપ્પણી અમારી આંતરિક બાબતોમાં દખલ છે, તે બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં.

વિદેશ મંત્રાલયે કહ્યું, "જો આ પ્રકારની ટિપ્પણી ચાલુ રહેશે તો તેની ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને ભારે નુકસાનકારક અસર પડશે." મંત્રાલયે કહ્યું કે, "આ ટિપ્પણીએ કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટની સમક્ષ ઉગ્રવાદી પ્રવૃત્તિઓની બેઠકોને પ્રોત્સાહન આપ્યું છે જે સુરક્ષાના મુદ્દે પ્રશ્નો ઉભા કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ભારતીય રાજદ્વારી કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરે."

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં ચાલી રહેલા ખેડુતોના પ્રદર્શન અંગે ટિપ્પણી કરી હતી. કેનેડિયન પીએમએ કહ્યું કે  શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની રક્ષા માટે કેનેડા હંમેશાં ઊભું રહેશે. તેમણે પોતાના નિવેદનમાં ભારતીય ખેડુતોને સમર્થન આપતાં કહ્યું હતું કે દેશની પરિસ્થિતિ ચિંતાજનક છે.

ગુરુ નાનક દેવની 551 મી જન્મ જયંતિ નિમિત્તે એક ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે, ખેડૂતો દ્વારા કરવામાં આવેલા દેખાવો વિશે ભારતથી એવા અહેવાલો આવી રહ્યા છે. પરિસ્થિતિ ચિંતાજનક છે અને આપણે બધા અમારા પરિવાર અને મિત્રો વિશે ખૂબ ચિંતિત છીએ. હું જાણું છું કે તમારામાંથી ઘણા લોકો માટે આ વાસ્તવિકતા છે. હું તમને યાદ અપાવી દઉં કે કેનેડા હંમેશાં શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની રક્ષા માટે ઊભું રહેશે.