મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વી દિલ્હીના વેલકમ વિસ્તારમાં શુક્રવારની સવારે એક ટીવી એંકરે પોતાના ઘરમાં ફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી છે. મૃત ટીવી એંકરની ઓળખ પ્રિયંકા જુનેજાના રૂપમાં થઈ છે. પોલીસને તેની પાસેથી કોઈ અંતિમચિઠ્ઠી મળી નથી. પ્રિયંકાની લાશને પોસ્ટમોર્ટમ માટે મકલ્યા પછી તેને પરિવારજનોને સોંપી દેવાઈ હતી. તેની આત્મહત્યાના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રિયંકા જુનેજાએ આત્મહત્યા કેમ કરી તેનો ખુલાસો હજુ સુધી સત્તાવાર રીતે થઈ શક્યો નથી. પ્રિયંકા ઘણી ખાનગી ચેનલ્સમાં કામ કરી ચુકી હતી. હાલના સમયમાં તે હરિયાણાના એક યૂટ્યૂબ ચેનલમાં એંકર તરીકે કાર્યરત હતી.

પ્રિયંકાના પરિજનો સાથે પોલીસ પુછપરછ કરીને મોતના કારણોની જાણકારી મેળવવાના પ્રયાસો કરી રહી છે. શરૂઆતની તપાસમાં ખરબ એટલી સામે આવી રહી છે કે પ્રિયંકા નોકરીને લઈને ઘણી પરેશાન રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગત મહિને જ એક 16 વર્ષની ટિકટોક સ્ટાર છોકરી પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને ઈંસ્ટાગ્રામ પર તે છોકરીના ઘણા ફોલોઅર્સ હતા. પોલીસે તે કેસમાં આત્મહત્યા કરવામાં આવી હોવાની પૃષ્ટી કરી હતી. તેમાં પણ છોકરી પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી ન હતી. તે કેસમાં આત્મહત્યાના કારણની હજુ સુધી જાણકારી મળી નથી.

(આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગો છે અને તેમને મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ) હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)