મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જે ભારતીયો અમેરિકા જવા માગે છે તેમના માટે ખુશીના સમાચાર છે. હવે તેઓ માત્ર રૂ.13 હજારમાં અમેરિકાની યાત્રા કરી શકે છે. કાન પર વિશ્વાસ નથી થતોને... એટલું જ નહીં રિટર્ન સુધીનો ખર્ચ રૂ.27 હજાર આપવો પડશે. જણાવી દઈએ કે આ ઓફર વાઉ એરલાઈન્સ લાવી છે. જાણકારી માટે જણાવી દઈએ કે, તેના સંસ્થાપકનું નામ સ્કલી મોગેન્સન છે. તેના રૂટની વાત કરીએ તો વિમાન દિલ્હીથી સવારે ઉડશે અને 11 કલાકમાં આઈસલેન્ડ શહેરમાં રકેજાવિક પહોંચશે. ત્યાં અઢી કલાક રોકાણ બાદ તે ફરી ઉડશે અને 6 કલાકમાં વૉશિંગટન પહોંચશે.

જોકે તેમાં આપને અન્ય વિમાન કંપનીઓ જેવી સેવાઓ નહીં મળે. ખાવા-પીવા માટે આપને નાણાં ચુકવવા પડશે.

વિમાનમાં ચા કોફીના એક કપના રૂ. 185 રૂપિયા આપવા પડશે અને ખાવા પીવાના પણ આપને 700 સુધી ચુકવવા પડશે. વાઉમાં કેબિનમાં જઈ શકે તેવી નાની બેગ ઉપરાંતના લગેજ પર એક્સ્ટ્રા ચાર્જીસ ગ્રાહકે જ આપવા પડશે. એટલું જ નહીં. ભાડું ઓછું કરવા માટે વિમાનમાં સીટોની સંખ્યા પણ વધારવામાં આવી છે. તેમાં 365 સીટો છે એટલે કે પગ આરામથી ફેલાવવાનો ચાન્સ જ નહીં મળે.