મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીમાં સતત ઝેરીલી વાહથી બચવા માટે દિલ્હીના લોકોએ માસ્ક ખરીદ્યા, ઘરોમાં હવા સાફ રાખતાં પ્લાન્ટ્સ ઉઘાડ્યા, મોંઘા એર પ્યોરિફાયર વસાવ્યા પરંતુ શ્વાસ લેવામાં થતી તકલીફોને રોકી શક્યા નહીં. કદાચ આ જ કારણે હવે બજારમાં શ્વાસ પણ વેચાવાના શરૂ થઈ ગયા છે. સાકેતના એક મોલમાં આ ઓક્સિ પ્યોર નામનું ઓક્સિજન કેફે ખુલ્યું છે. અહીં આવનારા દરેક લોકોને અલગ અલગ સુગંધવાળું ઓક્સિજન ના ડોઝ આપવામાં આવે છે. હુક્કામાં જેમ તમે તમારા ફેફસામાં ઘૂમાડો ખેંચો છો તે રીતે અહીં ફ્લેવરથી શુદ્ધ ઓક્સિઝન તમારા ફેફસાઓમાં પહોંચે છે. પ્રદુષણથી રાહત મેળવવા માટે લોકો ત્યાં આવી રહ્યા છે, પરંતુ તેમની સંખ્યા હજુ વધુ નથી.

અરોમા ઓક્સિજનનું સેન્ટર ભારતમાં ખોલવાનો વિચાર હોટલના ઉદ્યોગપતિના દિકરા આર્યવીર કુમારને વર્ષ 2015માં આવ્યો હતો. તે ફરવા માટે યુએસ ગયો હતો ત્યાં તેણે આ પ્રકારના સેન્ટરને જોયું હતું. મે 2019એ તેણે સેંરના ફાયદા તથા નુકસાનની તપાસ કરીને સાકેત મોલમાં આ સેન્ટરને ખોલ્યું હતું. માત્ર 5 મહિનામાં સેન્ટરને મળેલી સફળતાના કારણે હવે આઈજીઆઈ એરપોર્ટ-3માં આવું જ સેન્ટર ખોલવાનો તેનો વિચાર છે.

ઓક્સી પ્યોર સેન્ટરમાં 15 મીનીટની ખુશ્બુદાર ઓક્સિજન લેવા માટે કસ્ટમરને 299થી 499 ચુકવવા પડે છે. જેવી જેની ફ્લેવર. સેન્ટરના ઈંચાર્જ બોની ઈવાંગ્બમે કહ્યું હતું કે, ચેસ્ટમાં બ્લોકેજ, અસ્થમા વગેરેના દર્દીઓ માટે સેન્ટર ઘણું લાભકારી સાબિત થઈ રહ્યું છે. 15 મિનિટ સુધી ઓક્સિજનનો ભાવ આપની નક્કી કરાયેલી સ્મેલ ફ્લેવર પર છે. ઓરેન્જ, લેમનગ્રાસ, લવેંડર, પૈપરમિંટ અને યૂકેલિપ્ટસના અલલ અલગ ફ્લેવરમાં છે. સૌથી વધુ ડિમાન્ડ પૈપરમિંટની છે અને તેને કારણે તેનો ભાવ 499 રૂપિયા છે.