મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના એક પીએસઆઈએ રોહતકમાં સસરાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ જ પીએસઆઈએ એક દિવસ પહેલા આઉટર દિલ્હીમાં પોતાની ગર્લફ્રેન્ડ પર પણ ગોળી ચલાવી હતી. આરોપી એસઆઈનું નામ સંદીપ દહિયા છે અને તે લાહૌરી ગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. મળેલી જાણકારી અનુસાર, સોમવારે દહિયાએ રોહતકમાં પોતાના સસરાની ગોળી માટીને હત્યા કરી દીધા પછી તે ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ સસરાએ દમ તોડી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી દહિયાની શોધખોળ ચાલુ કરી છે.

પત્નીથી અલગ રહેતો હતો પીએસઆઈ

આરોપી સબ ઇન્સપેક્ટર સંદિપ દહિયા 2010 બેચના પોલીસ કર્મી છે. પ્રાથમિક તપાસમાં તેની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. તે તેની પત્નીથી અલગ રહે છે. તેની ઓળખ મહિલા સાથે ફેસબુક દ્વારા થઈ હતી. આ પછી, તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. તે દરમિયાન તેઓમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. રવિવારે સંદિપ દહિયા યુવતીને મળવા અલીપુર ગયો હતો. કહેવા પ્રમાણે, તેણે મહિલાને સર્વિસ પિસ્તોલથી ત્રણ વાર ગોળી મારી હતી. પોલીસે યુવતીના પરિવારને ઘટનાની જાણ કરી હતી.

છોકરી સંદીપ વિશે બધુ જ જાણતી હતી

શુક્રવારે સાંજે સાત વાગ્યાની આસપાસ જીટી કરનાલ રોડ ઉપર આવેલા સાંઈ બાબા મંદિર નજીક શૂટિંગ થયાનું જાણવા મળ્યું હતું. લોહીથી લથપથ હાલતમાં યુવતી રસ્તા પર પડી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સંદિપ દહિયા લાહોરી ગેટ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. મહિલા સંદીપના ભૂતકાળ અને તેના પરિવાર વિશે બધુ જાણતી હતી. સંદીપની પત્નીને પણ બંને વિશે ખબર પડી તો આ અંગે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

શૂટ કરીને નાસી છૂટ્યો

સંદિપ દહિયાએ મહિલાને નજીકના અંતરેથી ત્રણ શોટ માર્યા હતા. ગોળી મહિલાના પેટમાં લાગી હતી. સંદીપએ ચાલતી કારમાં ગોળી મારી અને તેને રસ્તાની બાજુ ફેંકી દેતા ફરાર થઈ ગયો. તે દરમિયાન શાહાબાદ દરી પોલીસ મથકમાં તૈનાત એસઆઈ જયવીર નીકળી રહ્યો હતો. તેની નજર પડી અને તેણે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરી. ઇજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું કે તેને સબ ઇન્સ્પેક્ટર સંદિપ દહિયાએ ગોળી મારી હતી.