મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ખુલ્લી આંખે જોવાયેલા સપના જ ખરા સપના છે અને તે સપના પુરા કરવા માટે કરાયેલી મહેનત હંમેશા સફળ થાય છે. દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલ કેકડમ લિંગો સાથે આવું જ કાંઈક બન્યું છે. લિંગો જ્યારે ઘેથી બહાર નિકળતા તો તેમના પિતા ખુશ ન્હોતા થતા. તે તેમના દિકરાને પોતાની આંખો સામ જ રાખવા માગતા હતા પરંતુ લિંગો ઘરમાં પુરાઈ રહેનાર વ્યક્તિ ક્યાં હતો, તેને તો પોતાની દુનિયા બનાવવાની હતી. પોતાના સપનાઓને સાકાર કરવાના હતા.

અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં રહેતા 24 વર્ષની ઉંમરમાં જ્યારે લિંગો દિલ્હી પોલીસમાં ભરતી પામ્યો ત્યારે 2015માં તેને દિલ્હી પોલીસમાં ભરતી મળી એ પણ કોન્સ્ટેબલ તરીકે. જોકે લિંગોને આટલું જ મંજુર ન હતું. લિંગોને હજુ પણ આગળ વધવું હતું. મનમાં સતત આગળ વધવાના વિચારો ગુમ્યા કરતાં. તેમનું સપનું એક અધિકારી તરીકે પોલીસનું નેતૃત્વ કરવાનું હતું. તેમણે સતત સપનું સાકાર કરવા માટે ભણવાનું ચાલુ રાખ્યું પોલીસ જેવી વ્યસ્ત નોકરી હોવા છતાં તે સમય કાઢી લેતા હતા પોતાના વાંચન માટે અને હવે 28 વર્ષના છે તેઓ અને તે અરુણાચલ પ્રદેશ લોક સેવા સંયુક્તિ પ્રતિયોગી પરિક્ષાને સફળતાપૂર્વક પાસ કરી ચુક્યા છે અને હવે તે પોતાના જ રાજ્યમાં પોલીસ ઉપાધીક્ષક બનવા જઈ રહ્યા છે.

લિંગોના પિતા ગામમાં જ ચર્ચની સારસંભાળ કરે છે અને તે જ જીવન ગુજારાનું સાધન પણ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે દિલ્હી પોલીસની પરીક્ષામાં બેસતા પહેા ઈટાનગરમાં રાજીવ ગાંધી વિશ્વવિદ્યાલયથી ભૂગોળમાં સ્નાતક કર્યું. તેમણે કહ્યું કે, પોલીસ બળમાં શામેલ થવાનું હંમેશા મારું સપનું રહ્યું છે અને જ્યારે મને તક મળી તો મેં તે ઝડપી લીધી. લિંગોએ કહ્યું કે તેમના માટે નોકરી રેંકથી વધુ મહત્વપૂર્ણ હતી. તે પોતાના માતા-પિતાની સારસંભાળ કરવા માટે પોતાના વેતનનો એક મોટા હિસ્સાને ઘરે મોકલતા હતા અને પોતાના નાના ભાઈ બહેનો, બે ભાઈઓ અને એક બહેનના ભણતર સહીતના કામ માટે નાણાં મોકલતા હતા.

તમામ નકામા ખર્ચ બંધ થઈ ગયા

પગારનો બીજો ભાગ તે પુસ્તકો ખરીદતો હતો. તેમણે કહ્યું, "એક વર્ષ માટે મેં તમામ પ્રકારના ખોટા ખર્ચમાં ખર્ચવાનું બંધ કર્યું જેથી હું પરીક્ષા માટે ખર્ચ કરી શકું." તેમણે કહ્યું, 'દિલ્હીની પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તેમના દિવસો દરમિયાન તેમણે કમાન્ડોનો અભ્યાસક્રમ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. મારી પ્રથમ પોસ્ટિંગ બટાલિયન સાથે હતી જેમાં મુખ્યત્વે સુરક્ષા ફરજો હતી. જોકે આનાથી મને ભણવામાં ખૂબ ઓછો સમય મળ્યો છે, હું મારા ફોન પર ડાઉનલોડ કરેલી સામગ્રીને ફ્રી ટાઇમમાં જતો હતો. '

દિલ્હી પોલીસે ઘણું શીખવ્યું

લિંગોના જણાવ્યા મુજબ, દિલ્હી પોલીસ સાથેનો કાર્યકાળ શીખવાનો અનુભવ રહ્યો છે, પછી ભલે તે કડક પ્રશિક્ષણ શાસનનું પાલન કરે છે અથવા મોટી ઘટનાઓમાં સુરક્ષા પૂરી પાડે છે. તેમની સેવાના છેલ્લા એક વર્ષમાં, લિગો ગીતા કોલોની પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરાઈ હતી. લિંગોએ કહ્યું કે, હું 25 અન્ય પોલીસકર્મીઓ સાથે બેરેકમાં રહ્યો. તમે કેટલો પ્રયત્ન કરો તે મહત્વનું નથી, ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ છે. પરંતુ મારા સાથીદારોએ મને ઘણો સાથ આપ્યો. રોગચાળાને કારણે વિલંબ થયા બાદ પરિણામો આ મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા હતા. "જ્યારે મેં મારો સ્કોર સાંભળ્યો, ત્યારે હું મારા કાન પર વિશ્વાસ કરી શક્યો નહીં. મારું સ્વપ્ન સાચું પડ્યું છે.