મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીની મોટી હોસ્પિટલ્સમાંથી એક સર ગંગારામ હોસ્પિટલે ઓક્સીજન સંકટને લઈને ઈમર્જન્સી સંદેશ જાહેર કર્યો છે. હોસ્પિટલે કહ્યું છે કે ગત 24 કલાક અહીં દાખલ કરાયેલા 25 સૌથી બીમાર દર્દીઓના મોત થઈ ગયા છે. હોસ્પિટલ તરફથી શુક્રવારે સવારે 8 વાગ્યે લગભગ એક નિવેદન જાહેર કરાયું છે, જેમાં કહેવાયું છે કે હોસ્પિટલમાં ગત 24 કલાકોમાં સૌથી બીમાર દર્દીઓના મોત થઈ ચુક્યા છે. હોસ્પિટલ ઓક્સીજનની ઘટ સાથે લડી રહી છે.

હોસ્પિટલે કહ્યું છે કે તેની પાસે માત્ર બે કલાક વધુ ઓક્સિજન બાકી છે અને 60 દર્દીઓના જીવ જોખમમાં છે. હોસ્પિટલે કહ્યું કે ઓક્સિજનની એરલીફ્ટ દ્વારા મદદ કરવી જોઈએ. સૂત્રો કહે છે કે ઓક્સિજન પ્રેશરના ઘટાડાને કારણે દર્દીઓનું મોત નીપજ્યું હશે.

હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'છેલ્લા 24 કલાકમાં 25 માંદા દર્દીઓ મરી ગયા છે. ઓક્સિજન આવતા બે કલાક બાકી છે. વેન્ટિલેટર અને બાઈપૈપ અસરકારક રીતે કામ કરી રહ્યા નથી. આઇસીયુમાં અને ઇમરજન્સી મેન્યુઅલ વેન્ટિલેશનનો આશરો લે છે. મોટું સંકટ પેદા થઈ શકે છે. 60 દર્દીઓના જીવ જોખમમાં છે. તાત્કાલિક સહાયની જરૂર છે.

હોસ્પિટલના ચેરમેન ડીએસ રાણાનું કહેવું છે કે, હું તેને ઓક્સીજનની ઘટના કારણે થયેલી મોત નહીં કહું, હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓની ગંભીર હાલત છે, પરંતુ અહીં અમે ઓક્સીજનની ઘટ સામે લડી રહ્યા છીએ. અહીં અંદાજીત 500 કોરોના દર્દીઓની સારવાર થઈ રહી છે.