મેરાન્યૂઝ નટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમણને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં એક મહત્વની બેઠક કરવા જઈ રહ્યા છે. કોરોનાના વધતા કેસને જોતાં સરકાર પાસે ઘણાઓ દ્વારા લોકડાઉન લગાવવાની માગ કરવામાં આવી રહી છે. પીએમ મોદી બેઠકમાં લોકડાઉન પર નિર્ણય થઈ શકે છે. આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહી શકે છે. દિલ્હીમાં તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલએ સમીક્ષા બેઠક કરી લીધી અને એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત આજ રાત્રીથી આગામી સપ્તહ સોમવાર સવાર સુધી તેને લાગુ કરાયું છે.

દિલ્હીમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો સતત થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં રેકોર્ડ 25,462 લોકો સંક્રમિત થયા છે અને 161 લોકોના મોત થયા છે. સંક્રમણ દર 30 ટકા થઈ ગયો છે. આ દરમિયાન અહીં દર્શાવેલી બાબતો પર લોકોએ ધ્યાન આપવાનું રહેશે.

સોમવાર રાત્રીના 10 વાગ્યાથી આગામી સપ્તાહ સોમવાર સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે લોકડાઉન, ખાનગી કાર્યાલયોને પુરી રીતે બંધ કરવામાં આવશે અને વર્ક ફ્રોમ હોમ માટે કહેવામાં આવશે. બીજા રાજ્યોથી આવવા કે જવા પર પ્રતિબંધ નથી. જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને પાસ આપવામાં આવશે. મોલ, જીમ, સ્પા અને ઓડિટોરિયમ બંધ રહેશે.

લગ્નમાં 50 લોકોને શામેલ થવાની પરવાનગી રહેશે, તે માટે પહેલાથી પરવાનગી લેવી પડશે. દિલ્હીમાં મેટ્રો સેવાઓ ચાલુ રહેશે પરંતુ તેના માટે પણ પાસ અનિવાર્ય રહેશે. દૂધ, ફળો, શાકભાજીઓની દુકાનો ચાલુ રહેશે. કારણ વગર બહાર નીકળનારાઓ સામે દંડ લેવામાં આવશે. રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસ મામલે લોકોને જાગૃત કરવામાં આવશે.