મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે વોટસ્એપની નવી પ્રાઈવસી પોલીસી પર સુનાવણી કરતાં સોમવારે કહ્યું કે ફોનમાં વોટ્સએપ ડાઉનલોડ કરવું ફરજિયાત નથી, આ સ્વૈચ્છિક છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વોટ્સેએપ દ્વારા ડેટા પ્રઈવસીને લઈને થઈ રહેલા વિવાદો વચ્ચે દિલ્હી હાઈકોર્ટની આ વાત ઘણી મહત્વની છે. કોર્ટે સ્પષ્ટ પણે જણાવી દિધું છે કે, આ એક ખાનગી એપ છે જેને ડાઉનલોડ કરવા માટે કોઈ ફરજિયાત પણું નથી તેને ડાઉનલોડ કરવી, યુઝ કરવી તે વ્યક્તિની સ્વૈચ્છિક બાબત છે.