મેરાન્યૂઝ નેટવર્ક, વડતાલ: દિલ્હી હાઈકોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ ધીરૂભાઈ એન. પટેલે આજરોજ વડતાલ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 

ચેરમેન દેવપ્રકાશ સ્વામી. કોઠારી ડૉ. સંત સ્વામી,  ગોવિંદ સ્વામી વગેરે સંતોએ ફુલહાર પહેરાવી, પ્રસાદીના ચંદનની અર્ચા કરીને યશસ્વી કારકિર્દી માટે આશીર્વાદ પાઠવ્યા હતા. મુળ ગુજરાતના વતની અને વડતાલના સત્સંગી તરીકે આટલા ઊચ્ચપદે પહોંચતા ડી એન પટેલ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.