મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોરોના વાઈરસના લક્ષણો પછી રાજધાનીની રાજીવ ગાંધી સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા. સત્યેન્દ્ર જૈનની તબિયત ખરાબ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જૈનને ઓક્સિજન સપોર્ટ પર રખાયા છે. જૈનનો કોરોના ટેસ્ટ પણ કરાયો છે.  રિપોર્ટ સાંજ સુધી આવશે. આપને જણાવી દઇએ કે દિલ્હી કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યમાં છે. અહીં અત્યાર સુધીમાં 42000થી વધુ કેસ આવી ચૂકયા છે.

સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ પોતે ટિ્વટ કરીને જાણકારી આપી

સત્યેન્દ્ર જૈનએ જાતે ટિ્વટ કરીને એડમિટ હોવાની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હોવાથી મને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું તમને સતત અપડેટ આપતો રહીશ.

આપને જણાવી દઇએ કે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સતત બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા. ગત દિવસોમાં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય અધિકારીઓ સાથે  બેઠકો કરી હતી, ત્યારે સત્યેન્દ્ર જૈન સ્વાસ્થ્ય મંત્રી તરીકે એ બેઠકમાં હાજર રહ્યા હતા.