મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. હાલમાં મુખ્યમંત્રી કેન્ડીડેટ પર ચર્ચા વચ્ચે રિંકિયાના પપ્પા પણ ચર્ચામાં આવ્યા છે. જોકે આ એક ભોગપુરી ગીત છે રિંકિયા કે પાપા, જે ગીતે પહેલા જ ઘણી ધૂમ મચાવી દીધી છે. આ વખતે ચર્ચામાં ત્યારે આવ્યું છે જ્યારે સીએમ અરવિંદ કેજરીવાલએ ભાજપના સાંસદ મનોજ તિવારી અંગે એક તીખી વાત કરી દીધી છે. કટાક્ષ કર્યો કે આ દિલ્હીના સીએમ કેંડિડેટ બનશે, રિંકિયા કે પાપા ગીત સાંભળ્યું છે તમે...

આ ગીત આમ તો ઘણું જાણીતું છે. ગામ-દેહાતમાં નામના સંબોધનમાં ઘણીવાર આપણા ગુજારતની જેમ યા એટલે કે એક આકાર એક્સ્ટ્રા લગાવી દે છે. જેમકે ગુજરાતમાં ઉદા. છગનનું, એ છગનિયા, મગનિયા, વગેરે વગેરે તેમ અહીં રિંકીનું થઈ જાય છે રિંકીયા અને જ્યોતિનું થઈ જાય છે જોતિયા. આ ગીત મનોજ તિવારીએ ગાયું છે અને ગીતના વીડિયો એલ્બમમાં એક્ટીંગ પણ કરી છે. મ્યૂઝિકના વચ્ચે ગીત એવી રીતે શરૂ થાય છે કે, ચટ દેની માર દેલીં ખીંચ કે તમાચા, હીહી હીહી હંસ દેલીં.. રિંકિયા કે પાપા.

આ ગીત સાંભળે મનમાં જે તસવીર બને છે તે એ પ્રકારે છે કે, કોઈ ગામમાં ભોળો માણસ છે, જેના મોર્ડન પત્ની સાથે લગ્ન થઈ ગયા છે. પત્નીએ કોઈ વાતને લઈ ખેંચીને પતિને તમાચો દઈ દીધો અને તેમાં રિંકિયાના પપ્પાએ ખાલી એમ જ હસી કાઢ્યું. પતિની હાલત ત્યાં એવી હોય છે કે, પત્ની કહે તે કરવું પડે.

ખીંચ કે તમાચા- એ કોઈ હિંસાના સંદર્ભે નહીં પણ પતિ-પત્નીનો પ્રેમ છે. હવે ગીત અંગે સમજાયા પછી આપણે વાત કરીએ દિલ્હીની ચૂંટણીની. ચૂંટણીમાં ચર્ચાઓ એવી થઈ રહી છે કે કઈ પાર્ટીથી સીએમ કેન્ડિડેટ કોણ હશે. આપ (આમ આદમી પાર્ટી) તરફથી સીએમ કોણ હશે, જોકે તેમાં સવાલ ન હોય. પણ હજુ ભાજપે પોતાના કેંડિડેટ અંગે સાફ કહ્યું નથી. એ પણ ક્લિયર નથી કે ભાજપ આ વખતે કયા ચહેરાને સામે રાખશે કે પછી દર વખતની જેમ નરેન્દ્ર મોદીના નામ પર જ ચૂંટણી લડાશે. એટલું જરૂર છે કે ભાજપથી સીએમ કેંડિડેટના જે નામો પર અટકળો લગાવાઈ રહી છે તેમાં મનોજ તિવારીનું નામ પણ ઉપરની હરોળમાં છે અને તેવામાં અરવિંદ કેજરીવાલે આવો કટાક્ષ કર્યો.

સીએમ નક્કી કરવામાં ઘણી વાર ભણતર સારું છે, દુરંદેશી છે, દેશ દુનિયાના મુદ્દાઓને સારી રીતે સમજી શકે છે અને લોકપ્રિય પણ છે, તે કાબિલ નેતા હોઈ શકે છે. મતલબ જ્યારે નેતા નક્કી કરવાની વાત હોય તો નેતૃત્વ ક્ષમતાની વાત પર હોય. રિંકિયાના પપ્પાની વાત કરવાથી તમામ અસલી મુદ્દા ક્યાંક ખોવાઈ જાય છે.

રિંકીયા કે પાપા ગીત ન સાંભળ્યું હોય તો એ અહીં રજુ કરાયું છે.