મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અન્ય રાજ્યોની જેમ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું હવે પોતાનું અલગ શિક્ષણ બોર્ડ હશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ આજે એક પત્રકાર પરિષદમાં તેનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે દિલ્હી કેબિનેટએ નવા શિક્ષણ બોર્ડની રચના કરવાના નિર્ણયને મંજુરી આપી દીધી છે. હાલ દિલહીમાં ફક્ત સીબીએસઈ-આઈસીએસઈ બોર્ડ છે. કેજરીવાલે કહ્યું કે શૈક્ષણિક સત્ર 2021-22 માં જ કેટલીક શાળાઓમાં નવા બોર્ડ અંતર્ગત ભણતર શરૂ થશે.

કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સરકારી શાળાઓાં એક હીન ભાવના રહેતી હતી પરતું જ્યારે અમે બજેટનો 25 ટકા ભાગ શિક્ષણ પાછળ ખર્ચવાનું શરુ કર્યું તો બદલાવ આવ્યા. તેમણે કહ્યું કે અમે ઈંફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કર્યા અને ટીચર્સને વિદેશોમાં ટ્રેનિંગ માટે મોકલ્યા. અમે પોતાના વિદ્યાર્થીઓને પણ વિદેશ મોકલવાના શરૂ કર્યા અને ફિઝિક્સ, કેમેસ્ટ્રીના ઓલંપિયાડ માટે તેમને વિદેશ મોકલ્યા. ઘણા સ્થાનોથી અમારા દિલ્હીના બાળકો મેડલ જીતીને આવ્યા છે.

કેજરીવાલે કહ્યું, અમે પોતાના પ્રિન્સિપલને એંપાવર કર્યા, હજુ સુધી દરેક સ્કૂલના અંદર ડાયરેક્ટર ઓફ એજ્યુકેશનની બહુ દખલ રહેતી હતી. નાની નાની ચીજો માટે ડાયરેક્ટરથી મંજુરી લેવાની હોતી હતી પરંતુ હવે અમે પ્રિંસિપલને પાવર આપી દીધા છે અને 5000 સુધી ખર્ચ કરવાના અધિકારને વધારી 50000 સુધી કરી દીધા છે.


 

 

 

 

 

તેમણે કહ્યું કે, હવે આ નક્કી કરવાનો સમય આવી ગયો છે કે આપણી સ્કૂલ્સમાં શું ભણાવવામાં આવી રહયું છે અને કેમ ભણાવવામાં આવી રહ્યું છે. આપણા ત્રણ લક્ષ્ય છે જે આ નવું બોર્ડ પુરું કરશે.

1 આપણે એવા બાળકો તૈયાર કરવાના છે જે કટ્ટર દેશભક્ત હોય. એવા બાળકો તૈયાર કરવાના છે જે આવનારા સમયમાં દેશમાં દરેક ક્ષેત્રમાં જવાબદારી ઉઠાવવા માટે તૈયાર હોય, ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય.

2 આપણા બાળકો સારા માણસ બને, ચાહે કોઈ પણ ધર્મ કે જાતીના હોય, અમીર હોય કે ગરીબ હોય, બધા એક બીજાને માણસ સમજે. એક તરફ પોતાના પરિવારનો ખ્યાલ રાખે અને બીજી તરફ સમાજ તરફ પણ ધ્યાન આપે.

3 મોટી મોટી ડિગ્રી લીધા બાદ પણ બાળકોને નોકરી નથી મળી રહી પરંતુ આ બોર્ડ એવી શિક્ષણ પ્રણાલી તૈયાર કરશે કે બાળક પોતાના પગ પર ઊભું થશે જેથી જ્યારે તે પોતાનું ભણતર પુરું કરવા નિકળશે તો તે દર દર ઠોકર નહીં ખાય પણ તેનો રોજગાર તેની સાથે જ હશે.

તેમણે કહ્યું કે અમે દરેક સ્કૂલના અંદર એસ્ટેટ મેનેજરની નિયુક્તિ કરી છે. ઘણી રીતે નવા નવા પ્રયોગ કરાયા છે. મિશન ચુનૌતી અને મિશન બુનિયાદ શરૂ કરી છે. હેપ્પીનેસ કરિકુલમ લઈને આવ્યા જેથી બાળકો તણાવ મુક્ત રહે છે અને મેડિટેશન કરે છે. તેમણે કહ્યું કે આપ સરકારના પોતાના કાર્યકાળમાં પાછલા 6 વર્ષોમાં ઘણા પ્રયોગો કર્યા, જેના કારણે સરકારી શાળાના પરિણામો 98 ટકા આવવા લાગ્યા.