મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી ભાજપ નેતા પ્રવીણ શંકર કપૂરે દેશની આઝાદીને લઈને કરવામાં આવેલી ટિપ્પણી માટે અભિનેત્રી કંગના રનૌટની નિંદા કરી છે અને તેની સામે ન્યાયિક કાર્યવાહી કરવાની માગ કરી છે. દિલ્હી ભાજપ પ્રવક્તાએ કહ્યું કે રનૌટની ટિપ્પણી 'સ્વતંત્રતા સેનાનિઓનું અપમાન છે'

પ્રવિણ શંકર કપૂરે ગુરુવારે ટ્વીટ કર્યું, એક સ્વતંત્ર સેનાનીના પુત્ર હોવા અને સ્વતંત્ર સેનાનીના પરિવારથી આવવાને કારણે કંગના રનૌટનું ભારતની આઝાદીને ભીખમાં મળેલી આઝાદી કહેવું મને સ્વતંત્રતાનો સૌથી મોટો દુરુપયોગ અને સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગનું અપમાન લાગે છે.

જોકે તેમણે શુક્રવારે કહ્યું કે તેમણે પોતાના મંતવ્ય તરીકે આ ટ્વીટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે આ કહીને વિવાદ પેદા કરી દીધો હતો કે ભારતને વાસ્તવિક આઝાદી વર્ષ 2014માં ત્યારે મળી જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર આવી. તેણે વર્ષ 1947માં દેશને મળેલી આઝાદીને 'ભીખ' કહી હતી.