પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-80): બપોરે સાબરમતી જેલમાં આવી ગયેલા ડીઆઈજી સિન્હા પહેલા બેરેકમાં આવ્યા અને ત્યાર પછી મહંમદની બેરેકની પાછળ જ્યાંથી સુરંગ ખોદાઈ ગઈ હતી, તે સ્થળનું નિરીક્ષણ કર્યું વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે સુરંગના મોંઢા પાસે ખાસ્સો કીચડ થઈ ગયો હતો, બેરેકમાં પાછા આવી તેમણે વસાવાને કહ્યું તમે બધા બેરેકની બહાર જતા રહો, બેરેકના દરવાજા બંધ કરી દો અને મારા માટે એક ખુરશી લઈ આવો. વસાવા પહેલા તો મુંઝાઈ ગયા, તેમને સમજ પડી નહીં કે ડીઆઈડી સાહેબ શું કરવા માગે છે, પણ સાહેબનો આદેશ હોવાને કારણે જેલ ઉપર આવી ગયેલા રાણીપ પોલીસના અધિકારીઓ અને જેલ અધિકારીઓ બેરેકની બહાર જતા રહ્યા. થોડાક પોલીસ અધિકારીઓ સાહેબ બોલાવે તેની રાહમાં  બેરેકની બહાર ઊભા રહ્યા, સિન્હાએ મહંમદને પોતાની ખુરશી પાસે જમીન ઉપર બેસાડયો, મહંમદના બાકીના સાથીઓ તેની પાછળ થોડા દુર બેઠા હતા. જો કે હવે પોલીસને આઠે ઉપર ભરોસો ન્હોતો જેના કારણે જેલમાં હોવા છતાં તેમને હાથકડીઓ બાંધી દેવામાં આવી હતી.


 

 

 

 

 

બેરેકની બહાર રહેલા પોલીસ અધિકારીઓ કંટાળી ગયા હતા. તેઓ થોડી થોડી વારે ડોકી ત્રાસી કરી બેરેકમાં સિન્હા સાહેબ શું કરી રહ્યા છે તે જોઈ રહ્યા હતા, સિન્હાએ મહંમદને સુરંગ ખોદવાનો વિચાર આવ્યો ત્યાંથી કઈ રીતે સુરંગ ખોદાઈ, કોણે કયું કામ કર્યું, કેટલો સમય લાગ્યો વગેરે બારીકમાં બારીક માહિતી પુછી રહ્યા હતા. જો કે બેરેકની બહાર રહેલા પોલીસ અધિકારીઓને આશ્ચર્ય તેનું હતું કે મહંમદે ગુજરાતના આટલા પોલીસ અધિકારીઓમાંથી પોતાની વાત કહેવા માટે સિન્હાનું જ નામ કેમ લીધુ.

સિન્હાની પુછપરછ ચાલી રહી હતી, સાંજ થઈ ગઈ દિવસનું અજવાળુ પણ જતુ રહ્યું હતું, બેરેકમાં સરકારી બલ્બ સળગી રહ્યા હતા, આજે બપોરથી સિન્હાએ માત્ર પાણી જ પીધુ હતું, જો કે દર અડધા કલાકે સીગરેટ પીતા સિન્હાએ એક પણ સીગરેટ પીધી ન્હોતી, જ્યારે મહંમદ અને તેના સાથીઓ તો પાણી પીવા અને બાથરૂમ જવા માટે પણ ઉભા થયા ન્હોતા. મહંમદ એક પછી એક ઘટના સિન્હાને કહી રહ્યો હતો, જ્યારે પાછળ બેઠેલા તેના સાથીઓની નજર નીચી હતી તેઓ થોડી થોડી વારે સિન્હાના ચહેરા સામે જોઈ લેતા હતા. રાતનું અંધારૂ થઈ ગયું રાતના આઠ વાગી રહ્યા હતા, સિન્હાએ મુળ વાત ઉપર આવતા કહ્યું મહંમદ આપકે સભી કારનામે હમે સમજ આ ગયે, સુરંગ ખોદી હૈ, તો આપકે સામને એક નયા કેસ ભી દર્જ હોગા, વહ તો લોકલ પુલીસ કા કામ હૈ, લેકીન મુઝે એક બાત સમજાયે સુરંગ ખોદને કે બાદ આપકો ભાગને કે લીયે બહુત વક્ત મીલા ફીર ભી આપ ભાગે કયો નહીં.

સિન્હાનો પ્રશ્ન સાંભળતા મહંમદે પાછળ બેઠેલા સાથીઓ તરફ જોવા માટે પોતાની ડોક પાછળ ફેરવી મહંમદ અને યુનુસની નજર એક થઈ, તેણે આંખના ઈશારે જાણે હા કહી હોય તેવું લાગ્યું સિન્હાએ પણ તે જોયું હતું, મહંમદે પોતાની ડોક આગળ ફેરવી તેણે સિન્હા સામે જોયું અને પછી નજર નીચી રાખી ઉંડો શ્વાસ છોડતા કહ્યું સર અગર આપ ગલત કરતે નહીં તો હમ કભી જેલમેસે ભાગને કા સૌચતે ભી નહીં. આ વાકય સાંભળી સિન્હા સ્તબ્ધ થઈ ગયા, મહંમદે ફરી પાછળ પોતાના સાથીઓ સામે જોયું અને આગળ તરફ જોતા કહ્યું સર હમને બ્લાસ્ટ કિયા, વો આજ ભી કિલ્લે કી ચોટી પે ચઢકે બોલને કો તૈયાર હૈ, આપને હમે ગીરફ્તાર કિયા, હમારી સૌંચ કો નહીં, આપ હમે માર શકતે હો લેકીન ઈસ દેશ મેં આપ કે કિતને મહંમદ, યા યુનુસ  કો ફાંસી પે ચઢાયેંગે. સિન્હા તેની આંખોમાં જોતા રહ્યા, સિન્હાને લાગ્યું કે નવ વર્ષ પહેલા મહંમદ જ્યારે પકડાયો ત્યારે તેની આંખમાં જે આત્મવિશ્વાસ હતો તેમાં સહેજ પણ ઘટાડો થયો ન્હોતો. મહંમદે સતત બોલાવાને કારણે સુકાઈ રહેલા હોઠ ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું સર આપ હમે આજ ફાંસી દેના ચાહતે હો દે દો હમ આપકો કુછ નહીં કહેગે, મહંમદે પોતાનો જમણો હાથ પાછળ કરતા કહ્યું યહ યુસુફ ઔર પરવેઝ હેના, વો એકદમ બેકસુર, હમને ઉનકો ગીરફતાર કરને કે પહેલે એક બાર ભી પુછા તો મેં આપતો બતાતા લેકીન, આપ આઈપીએસ અફસર હો, આપકો તો કોઈ કુછ નહીં બોલ શકતા, સિન્હાએ પરવેઝ અને યુસુફ સામે જોયું તેમને તેમનો આત્મા ડંખ્યો, તેમને લાગ્યુ કે તેઓ ઊભા થાય અને પરવેઝ અને યુસુફની માફી માંગી લે, પણ તેમની સાચુ બોલાવાની અને માફી માંગવાની હિંમત થઈ નહીં, પરવેઝ અને યુસુફ જમીન સામે જોઈ રહ્યા હતા. મહંમદ જે કહી રહ્યો હતો તે વાત સાથે સિન્હા પણ અંદરથી સંમત્ત હતા.


 

 

 

 

 

મહંમદ થોડીવાર રોકાયો અને પછી તેણે સિન્હા સામે જોતા કહ્યું સર જેલમે મેં જબ ભી પરવેઝ ઔર યુસુફ કો દેખતા થા, મેરા દિલ રો પડતા થા, યહ બેગુન્હ હોને કે બાવજુદ હમારે સાથ ઈતને સાલ જેલ મે રહે, મેં વકિલ થા, મુઝે માલુમ થા, ઈનકે ખીલાફ આપ કે પાસે કોઈ એવીડન્સ નહીં, મેં ઈનકી બેલ તો કરવા હી દેતા, લેકીન સર કોર્ટ ભી આપ કી બાતે સુનતી હૈ, સુપ્રીમ કોર્ટ તક હમ લડે લેકીન કોઈ ભી કોર્ટ માનને કો તૈયાર નહીં હુઈ, અગર પરવેઝ ઔર યુસુફ બેલ પે નિકલ જાતે તો મેં કભી ભાગને કા પ્લાનીંગ કરતા નહીં, હમ ભાગને નહીં મરને આયે થે. મેં કાનુન કે સામને હાર ગયા, મેને તય કીયા કે અબ કોઈ ભી હાલાત મેં હમ યુસુફ ઔર પરવેઝ કો લેકે ભાગેગે... જેલ સે ભાગને કા પુરા પ્લાનીંગ મેરા હી થા, હાલાકી જબ મેને યહ પ્લાનીંગ કીયા તો યુનુસ તૈયાર નહીં થા. સિન્હાએ યુનુસ સામે જોયું, મહંમદે કહ્યું યુનુસ કો મેને ભાગને કી અપની મજબુરી બતાઈ આખીર વો ભી માન ગયા. સુરંગ બનાને કે લીયે હમને સભી તાકત લાગી દી, સુરંગ બનાને કે લીયે હમે પુરે તીન મહિને લગે, બારીસ કે પહેલે હમ નિકલ જાને વાલે થે. મહંમદ એકદમ અટકયો, સિન્હાની ધીરજ ખુટી રહી હતી, બેરેકમાં એકદમ નીરવ શાંતિ હતી, બેરેકની બહાર તમરા બોલી રહ્યા હતા, સિન્હાએ સમયનો અંદાજ મેળવવા માટે બેરેકની સળીયાની બહારના અંધારા તરફ જોયું, પછી તેમણે મહંમદ સામે જોયું અને પુછ્યું તો ભાગે કયો નહીં. મહંમદે પાછળ તરફ ઈશારો કરતા કહ્યું સર ભાગને કે લીયે સન્ડે કા દિન તય કિયા થા. બહાર નિકલને લીયે સીર્ફ તીન ફુટ હી ખોદના થાં, જેલ કી દિવાર કે બહાર હમ નિકલ ગયે થે, સન્ડે મોર્નીંગ મે બંદી ખુલતી હૈ, ફીર શામ કો ચાર બજે હી બંદી હોતી, એક બાર  હમ નિકલ જાતે તો શામ કે ચાર બજે તક કીસી કોભી હમ ભાગ નીકલે હૈ ઉસકી જાનકારી નહીં મીલતી, લેકીન શનિવાર કી રાત ભાગને કે બરાબર બારહ ઘંટે પહેલે પરવેઝ ઔર યુસુફને જો બાત કી ઉસકી કારણ હમ ભાગે નહીં, સિન્હાએ લાગ્યું કે એક પાછું એક સસ્પેન્સ ખુલી રહ્યું છે.

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-79: DIG હરીશ સિન્હાની સામે તમામ આરોપીઓને હાથકડી બાંધી બેસાડવામાં આવ્યા હતા