મેરાન્યૂઝ નેટવર્ક.ડીસાઃ ડીસા કોલેજ કેમ્પસ નજીક કેટલાક યુવાનો દ્વારા સોશ્યલ મીડિયામાં પ્રસિદ્ધ થવાની લ્હાયમાં વિચિત્ર વેશ ધારણ કરી વીડિયો બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ  થતા જ હિન્દૂ આગેવાનો, વિશ્વ હિન્દુ પરિસદ જેવા સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ વીડિયો વાયરલ કરનાર યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે નાયબ કલેકટર અને કોલેજ પ્રશાસનને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરવા માં આવી હતી.

આ બાબતે  મંગળવારે  ડીસા દક્ષિણ પોલીસ મથકના પી. આઇ. સહિતનો કાફલો કોલેજ કેમ્પસ ખાતે આ  ઘટના બાબતે તપાસ હાથ ધરી હતી અને મોડી સાંજે આ મામલે શહેરના  વિશ્વકર્મા પાર્ક ખાતે રહેતી પીડિત યુવતીએ દક્ષિણ પોલીસ મથકે આ યુવાનો વિરુદ્ધ પોલિસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ. પી .સી.  કલમ  354 (d). 114 તેમજ આઈ પી એકટ 67 /a મુજબનો ગુનો નોંધી આસિફ ચાંદભાઈ ગોસી, સમીર ચાંદભાઈ ગોસી, અરબાઝ કરીમભાઈ ગોસી અને રબવાજ રિયાજભાઈ ગોસીની ધરપકડ કરી હતી.  

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સોશ્યલ મીડિયામાં સસ્તી પ્રસિધ્ધિ મેળવવાની હોડમાં યુવાનો ટિકટોક જેવી એપના રવાડે ચઢી પોતાના ભાવિને અંધકારમય બનાવી પરિવાર અને માબાપ માટે પણ મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં બનેલી આ ઘટના યુવા પેઢી માટે લાલબત્તી સમાન છે. અહીં વીડિયો પ્રસ્તુત કરાયો છે.