મેરાન્યૂઝ નેટવર્ક.ડીસાઃ ડીસા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા માસ્ક વિતરણ કરી લોકોને કોરોના વાયરસની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં તહેવારોની ઉજવણીમાં લોકો કોરોના વાયરસને ભુલીને લોકો બજારમાં ઉમટી પડ્યા હોઈ ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં લોકો સોશિયલ ડિસ્ટનશ જાળવતા ના હોઈ મોઢા પર માસ્ક પહેર્યા વગર ફરતાં હોઈ પોલીસ દ્વારા 1000 લેખે દંડ વસુલ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા લોકોને 1 હજારના દંડ તથા કોરોના જેવી મહામારીથી બચાવવા માસ્કનું વિના મુલ્યે વિતરણ તથા કોરોના વાયરસ અંગેની માર્ગદર્શિકા પુરી પાડવામાં આવી હતી.

એક તરફ કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે અને લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. લોકો પાસે પૈસા નથી અને સરકાર દંડ વસુલ કરી ગાઈડ લાઈનનું પાલન કરાવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ડીસા દ્વારા ડીસા શહેરમાં ફુવારા સર્કલ અને બગીચા સર્કલ પાસે માસ્ક પહેર્યા વગર ફરતાં લોકોને મફતમાં માસ્ક વિતરણ કરી કોરોના વાયરસની સાચી ગાઈડલાઈનની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. 1000 રૂપિયા બચાવો મોઢા પર માસ્ક બાંધવાની સલાહ આપવામાં આવી હતી અને પોતાના તથા પોતાના પરિવારજનોની સુરક્ષા માટે મોઢા પર માસ્ક ફરજિયાત પહેરીને બજારમાં આવવાની સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ આજે આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ અશિષ શાહ, ડીસા પ્રમુખ સુભાષ ઠક્કર, કમલેશ ઠક્કર, મુસ્તાક મેમન, અશ્વિન વણસોલા, મિડયા ઈનચાર્જ હરેશ ઠક્કર સહીત મોટીસંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માસ્ક વિતરણ કાર્યક્રમ માં જોડાઈને કોરોના વાયરસથી બચવા લોકોને સરકારની ગાઇડલાઇનનું પાલન કરી મોઢા પહેરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પોતાના પરિવારજનોની સુરક્ષા કરવા આમ આદમી પાર્ટી દ્વારા સાચી માર્ગદર્શિકા રજુ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા અંદાજે 1000 જેટલાં માસ્કનું વિતરણ ડીસા શહેરમાં અલગ-અલગ જગ્યા પર મફતમાં વિતરણ કરવામાં આવ્યાં હતા. માસ્ક પહેર્યા વગર ફરતાં લોકો દ્વારા આમ આદમી પાર્ટી ડીસાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.