મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ એશિયાઈ ક્રિકેટ પરિષદ (એસીસી)ના કાર્યકારી બોર્ડના આ વર્ષે થનારા એશિયા કપ ટી-20ના ભવિષ્યને લઈને નિર્ણય ટાળી દેવાયો છે. આ રીતની અટકળો છે કે કોરોના વાયરસ મહામારીના કારણે આ ટૂર્નામેન્ટને સ્થગિત કરી શકાય છે.
એશિયા કપના આયોજન સપ્ટેમ્બરમાં જ થવાનું છે. આ પછી મેજબાનીની વારી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની છે અને જો તેનું આયોજન થાય છે તો કોઈ અન્ય દેશમાં થશે કારણ કે ભારતીય ટીમનું પાકિસ્તાન જવું શક્ય નથી.
જાણકારી એવી મળી છે કે, એસીસી ઓસ્ટ્રેલિયામાં થનારા ટી-20 વિશ્વ કપ (ઓક્ટોબર-નવેમ્બર) પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે અને તે પછી જ એશિયા કપ પર નિર્ણય કરશે.
સોમવારે મીટિંગ પછી એસીસીએ પ્રેસ જાહેરાતમાં કહ્યું કે, બોર્ડના એશિયા કપ 2020ના આયોજનના મહત્વ પર જોર આપ્યું હતું. કોવીડ-19 મહામારીના પ્રભાવ અને પરિણામને જોતા એશિયા કપ 2020 સંભવિત આયોજન સ્થળના વિકલ્પો પર ચર્ચા કરાઈ હતી અને નિર્ણય કરાયો કે સમય આવ્યા પછી અંતિમ નિર્ણય કરાશે.
એસીસી બોર્ડની મીટિંગી અધ્યક્ષતા બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના અધ્યક્ષ નજમુલ હસન પેપોનએ કરી હતી અને આ પહેલી મહાદ્વીપીય મીટિંગ છે જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (બોર્ડ સદસ્ય) અને સચિવ જય શાહ (પદ અધિકારી)એ ભાગ લીધો હતો.
આ મામલાની જાણકારી રાખનારા એસીસીના સિનિયર અધિકારીનું કહેવુ છે કે, ટુર્નામેન્ટને સ્થગિત કરવાને લઈને ચર્ચા થઈ હતી જોકે વૈકલ્પિક તિથિઓને લઈને કોઈ સહમતિ નથી બની. આ ઉપરાંત ચીનમાં થનારા 2022 એશિયાઈ ખેલોમાં એસીસીના શામેલ થવા પર ચર્ચા કરાઈ હતી. જાહેરાત અનુસાર, બોર્ડને ચીનના હાંગઝૂમાં થનારા 2022 એશિયાઈ ખેલમાં એસીસીના સામેલ થવાની સ્થિતિ અને પ્રગતિ પર જાણકારી અપાઈ હતી.