મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે સોમવારે જમ્મુ કશ્મીર પુનર્ગઠન અને આર્ટિકલ 370ને હટાવવાને સંબંધિત સંકલ્પને રાજ્યસભામાં બહુમતીથી પસાર કર્યો છે. તે અંતર્ગત જમ્મૂ કશ્મીરના સંવિધાન દ્વારા અપાયેલા વિશેષ રાજ્યના દરજ્જાને પાછો લીધો છે. સાથે જ રાજ્યને બે ભાગમાં વિભાજીત કરીને જ્મ્મૂ કશ્મીરને કેન્દ્ર શાશિત પ્રદેશનો દરજ્જો આપ્યો છે તે ઉપરાંત એક નવા રાજ્ય લદ્દાખને પણ વગર વિધાનસભા વાળા કેન્દ્ર શાશિત પ્રદેશ તરીકે બનાવ્યો છે. જોકે હજુ એક પડકાર સામે આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

સોમવારે ગૃહમંત્રી દ્વારા રાજ્યસભામાં રજુ કરાયેલા સંકલ્પને બહુમતીથી પસાર કરાયો છે પરંતુ હજુ તેને પુરી રીતે લાગુ થવાના રસ્તામાં અડચણ સામે આવવાનું અનુમાન છે. તેમાં એક તો એ જ છે કે તેને અસંવૈધાનિક બતાવીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. તે માટે સંવિધાનના આર્ટિકલ 370માં નિર્ધારિત જોગવાઈઓને આધાર બનાવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે બંધારણમાં અસ્થાયી આર્ટિકલ 370ને સમાપ્ત કરવાની એક વિશિષ્ટ જોગવાઈ નક્કી છે.

સંવિધાનના આર્ટિકલ 370 (3) મુજબ, 370ને બદલવા માટે જમ્મૂ કશ્મીરના સંવિધાન સભાની રજા જરૂરી છે. પણ જમ્મૂ કશ્મીરની સંવિધાન સભાને વર્ષ 1956માં ભંગ કરી દેવાઈ હતી અને તેના મોટાભાગે સદસ્ય પણ હવે જીવતા નથી. તે ઉપરાંત સંવિધાન સભાના ભંગ થતા પહેલા સેક્શન 370 અંગે સ્થિતિ પણ સ્પષ્ટ ન કરાઈ હતી કે આ સ્થાયી હશે કે તે પછી સમાપ્ત કરાઈ શકાશે.

સરકારે આ પગલું લીધી ત્યાં કશ્મીરી દળોએ સુપ્રિમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે. જમ્મૂ કશ્મીરમાં હાલ વિધાનસભા ભંગ છે, તેથી ચૂંટાયેલી સરકારના અધિકાર ગવર્નરના છે અને રાજ્ય સરકાર (ગવર્નર)ની રજૂઆત પર રાષટ્રપતિએ આ જોગવાઈઓ ખત્મ કરી છે. સવાલ ઉઠશે કે શું બંધારણ સભામાં વિધાનસભામાં અંતર નથી. શું ગવર્નરની સહમતિને રાજ્ય સરકારની સહમતિ માની શકાય, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ પીડીટી અચારી પણ માને છે કે રાષ્ટ્રપતિના આદેશને પડકારવાનો આ સૌથી મોટો પોઈન્ટ છે.

આપને જણાવી દઈએ કે આઈએએસ શાહ ફૈસલની પાર્ટીથી જોડયેલ શેહલા રાશિદે સોમવારે જ સોશ્યલ મીડિયા દ્વારા આ નિર્ણયને સુપ્રીમમાં પડકારવાનું એલાન પણ કરી દીધું છે. શેહલાએ કહ્યું કે જમ્મૂ કશમીર સરકારને ગવર્નરથી અને સંવિધાન સભાને વિધાનસભથી બદલીને આ પગલું લેવાયું છે જે સંવિધાન સાથે દગાબાજી છે. તેમણે તેને લઈને પ્રગતિશીલ તાકાતોથી એક અપીલ પણ કરી છે.