મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ 'જો આપ મારી ફિલ્મ જોવા નહીં આવો, તો આ મને બોલિવુડથી બહાર ફેંકી શકે છે... મારો કોઈ ગોડ ફાધર નથી... મેં આપ લોકોને જ પોતાના ગોડ ફાધર બનાવ્યા છે... પ્લીઝ જુઓ જો આપ ચાહો છો કે હું બોલિવુડમાં સરવાઈવ કરું...' આ વાત ભલે સુશાંતે પોતાના ફેનને મજાકમાં કહી હશે, પરંતુ તેની આ પોસ્ટમાં ક્યાંકને ક્યાંક જાણે સુશાંતમાં રહેલુ દુઃખ સામે આવ્યું છે કે તે ચમક-દમક ભરેલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુદને એકલો અનુભવતો હતો. સુશાંતના મોત પર બોલીવુડથી લઈને સોશિયલ મીડિયા સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા નેપોટિઝમ અને ખેમેબાજી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ ચર્ચામાં સલમાન ખાન, યશરાજ ફિલ્મસ, કરન જૌહર, સોનમ કપૂર જેવા સ્ટાર્સના નામની પણ ચર્ચા શરૂ થઈ રહી છે.

બોલિવૂડની તમામ હસ્તીઓ સુશાંતના અકાળ મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહી છે અને માનસિક સ્વાસ્થ્યની ખુલ્લેઆમ સલાહ આપી રહી છે. જો કે, સિલેબ્સની આ પોસ્ટ્સ પર ઘણા ચાહકો અને સ્ટ્રગલર કલાકારો દ્વારા ડબલ સ્ટાન્ડર્ડ વલણ માટે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, અનુભવ સિંહાની પોસ્ટ સાથે સોશિયલ મીડિયા પર આઉટ સાઇડર વર્સેઝ નેપોટિઝમની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ધર્મેન્દ્ર, કંગના રાણૌત, શેખર કપૂર, મીરા ચોપડા, રજત બરમેચા, રણવીર શૌરી, સપના ભવાની અને નિખિલ દ્વિવેદી જેવા ઘણા મોટા નામ ઈન્ડસ્ટ્રીમાં સુશાંતની આત્મહત્યા પછી થતા ભેદભાવ પર સવાલો ઉભા કરી રહ્યા છે.

તિખા સવાલ

સુશાંતની આકસ્મિક મોત પર શોક વ્યક્ત કરનારા સેલેબ્સને કંગનાએ આડે હાથે લીધા છે. કંગનાના એક વીડિયો પર નેપોટિઝમની વાત કહેતા કહ્યું કે, ગલી બોય જેવી વાહીયાત ફિલ્મને એવોર્ડમળે પરંતુ છિછૌરેને કેમ નહીં. સુશાંની મોતે આપણે બધાને હચમચાવી મુકયા છે, પણ કેટલાક લોકો એવું ચલાવી રહ્યા છે કે, જે લોકોનું કાળજુ કાઠું ન હોય તે ડિપ્રેશનમાં આવે છે અને આત્મહત્યા કરે છે. એક એન્જિન્યરિંગના એન્ટ્રન્સ એક્ઝામ રેન્ક હોલ્ડરનું દિમાગ કમજોર કેવી રીતે હોય? એ વાત સાફ છે કે પ્લીઝ મારી ફિલ્મો જુઓ, મારા કોઈ ગોડ ફાધર નથી. મને ઈન્ડસ્ટ્રીથી કાઢી દેવાશે. શું આ ઘટનાનો કોઈ પાયો નથી. સુશાંત સિંહ રાજપૂત માટે આપ લખો છો કે, તે સાઈકોટિક હતો, ન્યૂરોટિક હતો, એડિક્ટ હતો અને મોટા સ્ટાર્સની એડિક્શન તો ખુબ ક્યૂટ લાગે છે. તો આ સ્યૂસાઈડ નહીં પણ પ્લાન્ડ મર્ડર હતું. તેણે કહ્યું કે તમે કોઈ કામના નથી અને તે માની ગયો અને તેણે કહ્યું તમારું કાંઈ નહીં થાય, તે માની ગયો. ખરેખર તે ઈચ્છતો હતો કે તે ઈતિહાસ લખે કે સુશાંત સિંહ રાજપૂર કમજોર દિમાગનો હતો, પણ તે નહીં કહે કે સત્ય શું છે.

ઉગતા સુરજને નમન

સુશાંતના આ દુનિયાથી જતા રહ્યા પછી તમામ બોલિવુડ સ્ટાર્સએ શોક વ્યક્ત કરતાં તેની સાથેની પોતાની તસવીર શેર કરી હતી. જોકે સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોથી લઈને જુનિયર આર્ટિસ્ટ સુધી કોઈ ખાસ સેલેબ્રિટિઝ પર વગર નામ લીધે નિશાન સાધી રહ્યા છે. ફિલ્મ ઉડાનથી કેરિયરની શરૂ કરનાર રજત બરમેચાએ એક વીડિયો પોસ્ટ કરીને ઈન્ડસ્ટ્રીવાળાઓની મેંટલ હેલ્થની વાત રીને ફેંસી ટ્રેન્ડ બતાવ્યો છે. બીજી તરફ એક્ટર તથા પ્રડ્યૂસર નિખિલ દ્વિવેદીએ લખ્યું છે કે, કોઈ મુશ્કેલી નથી કે આપ ફક્ત ઉગતા સુરજને પ્રણામ કરો છો. કદાચ બધા કરે છે... મુશ્કેલી એમાં છે કે ઢળતા સમયે જે સુરજથી આપે પ્રકાશ મેળવ્યું છે, આપ તે જ સુરજ સામે નજરો ફેરવી લો છો, એટલું જ નહીં ખીલ્લી પણ ઉડાવો છો. એક બીજાના ટચમાં રહેવાની વાત ન કરો, શું આપ અભય દેઓલ, ઈમરાન ખાનના ટચમાં છો... નહીં ને... જો તેમનું કેરિયર ચમકતું હોત તો આપ સર્કલમાં હોતા.

સુશાંતના મોતના કેટલાક કલાકો બાદ સોશિયલ મીડિયા પર કેટલાક સેલેબ્સ માટે બોલિવુડ ક્લબ, ગેટ કિપર્સ ઓફ બોલિવુડ, ડબલ ફેસ, હિપોક્રેટિક જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા છે. રણવીર શૌરીએ તેના પર તંજ કસતા લખ્યું કે, તેમણે જે પગલું લીધું તે તેમનો નિર્ણય હતો. તેથી તેના માટે કોઈને જવાબદાર ઠેરવી શકાય નહીં, પણ આ અંતે તે લોકોએ તો જરૂર કાંઈક કરવું જોઈએ, જેમણે ખુદને પોતાની જાતે હિંદી સિનેમાના ચૌકીદાર નિયુક્ત કરી લીધા છે. જો આ રમત રમી રહ્યા છે અને તેમને પોતાના ડબલ સ્ટાન્ડર્ડ વ્યક્તિત્વ અંગે પણ કહેવું જોઈએ. બોલિવુડ પ્રિવિલેજ ક્લબને આજે રાત્રે બેસીને ગંભીરતાથી વિચારવું જોઈએ.

ત્યાં ડાયરેક્ટર શેખર કપૂરે લખ્યું કે, મને ખબર છે કે આપ દુઃખના સમયમાંથી પસાર થઈ રહ્યા છો. હું તે લોકોની કહાની જાણું છું જેમના કારણે તમે આટલી પીડાથી તૂટી ગયા અને મારા ખભા પર માથું મુકીને રડ્યા. કદાચ ગત છ મહિનામાં હું આપની આસપાસ રહ્યો હોત. કદાચ આપ મારા સુધી પહોંચી શક્યા હોત. જે તમારી સાથે થયું, તે એ લોકોના કર્મ છે, આપના નહીં.

સેલેબ્સ હેર સ્ટાઈલિસ્ટ સપનાએ લખ્યું, એ વાતમાં જરા પણ શંકા નથી કે સુશાંત કેટલાક વર્ષોથી પરેશાન હતા. ઈન્ડસ્ટ્રીનો કોઈ માણસ તેમની સાથે ઊભો ન રહ્યો અને કોઈએ તેમની મદદ ન કરી. આજે તેમના પર પોસ્ટ કરે છે તે બતાવે છે કે ઈન્ડસ્ટ્રી કેટલી દેખાડો કરનારી છે. અહીં આપનો કોઈ દોસ્ત નથી.

સુશાંતના અંતિમ સંસ્કારમાં શામેલ થયા પછી વિવેક ઓબેરોયે સોશિયલ મીડિયા પર ઓપન લેટર લખ્યો હતો. તેણે તેમાં ઈન્ડસ્ટ્રીની વાત મુકી હતી. તેણે લખ્યું હતું કે, આજે સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થતા ઘણી જ તકલીફ થઈ હતી. હું સાચે જ પ્રાર્થના કરું છું કે કાશ હું તેની સાથે મારો અંગત અનુભવ શૅર કરી શક્યો હોત અને તેના દુઃખને ઓછું કરવામાં તેની મદદ કરી શકત. આ દુઃખ સાથે મારી પોતાની સફર રહી છે. આ બહુ જ તકલીફભર્યું તથા બહુ જ એકલતા વાળું હોઈ શકે છે. તેણે બોલિવુડ અંગે કહ્યું કે, એ જગ્યા જ્યાં ટેલેન્ટને કેળવવામાં આવે ના કે તેને નષ્ટ કરવામાં આવે. આ આપણાં તમામ માટે એક વેકઅપ કૉલ છે. હું સદાય હસતા રહેતા સુશાંતને હંમેશાં મિસ કરીશ. હું પ્રાર્થના કરીશ કે મારા ભાઈ, ઈશ્વર તારું એ તમામ દુઃખ લઈ લે, જે તે અનુભવ્યું છે. તારા પરિવારને આ દુઃખદ સમયનો સામનો કરવાની શક્તિ આપે. આશા છે કે હવે તું સારી જગ્યા પર હોઈશ. કદાચ અમે લોકો તારા લાયક જ ન્હોતા.