મેરાન્યૂઝ નેટવર્ક.ચિકોઃ કેલિફોર્નિયાના જંગલોમાં મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. થોડા વધુ માનવ અવશેષ મળવા સાથે જ ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગની ઝપટમાં આવીને મરનારાઓની સંખ્યા વધીને 77 થઈ ગઈ છે. ઘટનાને લઈને રવિવારે સાંજે જાહેર કરાયેલી રિપોર્ટમાં કહેવાયું છે કે આગની ઝપટમાં આવીને 10500થી વધુ ઘર નષ્ટ થઈ ગયા છે.

કેંમ્પ ફાયરમાં લાગેલી આગ ગત 8 નવેમ્બરે ગ્રામ્ય વિસ્તાર પૈરાડાઈઝમાં ફેલાઈ ગઈ હતી. તે પછીથી હજારો લોકો ગુમ થઈ ગયા છે. અધિકારીઓએ દબાણ પુર્વક કહ્યું કે તેમાંથી ઘણા બધા સુરક્ષીત હોઈ શકે છે. બની શકે કે તેમને ખબર જ ન હોય કે તેમનું નામ ખોવાયેલાઓની યાદીમાં છે.

સૈકડો કાર્યકર્તા કાટમાળ અને રાખમાં માનવ અવશેષ શોધી રહ્યા છે. કારણ કે જો વરસાદ થશે તો તેમનું કામ વધુ મુશકેલી ભર્યું બની જશે. આ અઠવાડિયાના અંત સુધીમાં વરસાદ થવાનું અનુમાન છે. રવિવાર સુધી 65 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.