મેરાન્યૂઝ નેટવર્ક.રોમ: ઇટલી અને ફ્રાન્સમાં પૂરે તબાહી મચાવી દીધી છે. એટલું ભયંકર પૂર આવ્યું છે કે દફનાવેલા મૃતદેહો પણ તણાઇને સરહદ પાર પહોંચી ગયા છે. સોમવારના રોજ ફ્રાન્સના સરહદી વિસ્તારમાંથી બીજા પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા. તેની સાથે જ પૂરમાં મરનારાઓની સંખ્યા વધીને 12 થઇ ગઇ અને 20 લોકો હજુ પણ લાપતા છે.

પૂરનો કહેર એટલો ખતરનાક છે તેનો અંદાજો તમે આના પરથી લગાવી શકો છો કે કબ્રસ્તાનમાં દફનાવેલા મૃતદેહો વહીને સીમા પાર પહોંચી રહ્યા છે. Nice Matin newspaper ફ્રાન્સીસ અધિકારીઓનો હવાલો આપતા કહ્યું કે ઇટલીમાં કોફિનમાંથી કેટલાંક લોકોના મૃતદેહો મળ્યા છે. આ કોફિન ફ્રાન્સથી વહેતા-વહતા સીમા પાર પહોંચ્યાની આશંકા છે

દક્ષિણ-પૂર્વ ફ્રાન્સ અને ઉત્તર ઇટલીનો વિસ્તાર પૂરથી ભયંકર પ્રભાવિત થયો છે. અહીં તોફાન બાદ ધોધમાર વરસાદના લીધે પૂરે સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી દીધું છે. ફ્રાન્સના શહેર સેંટ-માર્ટિન-વેસુબીમાં પૂરનો સૌથી વધુ કહેર છે. રવિવાર બાદ સોમવારે પણ અહીંથી કેટલાંક મૃતદેહો મળ્યા છે. બંને દેશોમાં મોટાપાયે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. સાથો સાથ લાપતા લોકોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સામ્બુગેટ્ટોમાં  માત્ર 24 કલાકમાં 630 મીમી રેકોર્ડ રેકોર્ડ કર્યો હતો. આ રકમ વાર્ષિક વરસાદના અડધાથી વધુ છે. ફ્રાન્સ નજીક લિમોન પિમોંટેમાં એક ત્રણ માળનું મકાન તેના પાયા સાથે નદીમાં વહી ગયું છે.

ઇટાલીમાં લાખો યુરોનું નુકસાન
ઇટાલીમાં વાવાઝોડા અને વરસાદના કારણે લાખો યુરોનું નુકસાન થયું છે. ઘણા રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા છે. જ્યારે કેટલાક શહેરોમાં રસ્તાઓ કાદવ, કાટમાળ અને ગાડીઓનાં ઢગલા છે. શહેરોમાં પણ સ્વચ્છતાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. કાટમાળને કારણે અવરોધિત રસ્તાઓ પણ ખોલવામાં આવી રહ્યા છે.

ફ્રાન્સની તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ ઇટલીના લિગુરિયા દરિયા કિનારેથી મળેલા મૃતદેહોને લઇ સતત તેમના સંપર્કમાં છે. ફ્રાન્સીસ અધિકારીઓએ કહ્યું કે સરહદ પાર કોફિનમાં જે મૃતદેહો મળ્યા છે તે શકય છે કે પાણીમાં વહીને આવ્યા હશે. મૃતદેહોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે હજી સુધી સ્પષ્ટતા થઇ શકી નથી કે કેટલી લાશો વહીને ઇટલી પહોંચી છે.