મેરાન્યૂઝ.મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો ભાઈ ઈક્બાલ કાસકર મુંબઈથી ઝડપાઈ ગયો છે. ઈક્બાલની ઠાણે ક્રાઈમબ્રાન્ચે સોમવારે ધરપકડ કરી હતી. ઈક્બાલ પર એક બિલ્ડર સાથે ખંડણી માગવા અને ધાક-ધમકી આપવાનો આરોપ છે. પોલીસે તેના પર મકોકા લગાવવાની તૈયારી કરી છે.

સુત્રોનું કહેવું છે કે, ઠાણે પોલીસે તેની સધન પુછપરછ પણ ચાલુ રાખી છે. ઈક્બાલે જે વેપારીને ધમકી આપી હતી તે વેપારીએ ફરિયાદ કરી હતી. જેના આધાર પર એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ શર્માએ તેની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં એક બિલ્ડરને ધમકી ભર્યો ફોન આવ્યો હતો અને તેની પાસે 4 ફ્લેટની ખંડણી માગવામાં આવી હતી. ડરનો માર્યો બિલ્ડર પોલીસ કેસ કરતો ન હતો. વસૂલીની વિરુદ્ધ કામ કરતા ઠાણે ક્રાઈમ બ્રાન્ચ પોલીસની તપાસમાં આ જાણકારી બહાર આવી હતી જે પછી ઈક્બાલ સામે ફરિયાદ નોંધાઈ હતી.

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

ફેસબુક પેજ: https://www.facebook.com/Meranewsonline/  

ટ્વિટર: https://twitter.com/meranewsonline