મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતનો મોસ્ટ વોન્ટેડ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને કોરોના થવાને કારણે તેનું મોત થઈ ગયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે શુક્રવારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આવ્યું હતું કે દાઉદ અને તેની પત્નીને કોરોનાનું સંક્રમણ છે અને કરાચીમાં એક આર્મી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. બંનેની હાલત ગંભીર હોવાનું પણ તેમાં ઉલ્લેખાયું હતું. જોકે તે પછી શનિવારે તેના મોતની માહિતી સામે આવી હતી. હજુ સુધી તેની પૃષ્ટી થઈ શકી નથી.

શુક્રવારે જ દાઉદના નાનાભાઈ અનીસએ દાઉદના સંક્રમિત હોવાની માહિતીઓ પર ઈનકાર કર્યો હતો. અનીસએ કહ્યું હતું કે ડિ કંપની (દાઉદના નેટવર્કને આ જ નામથી ઓળખાય છે) દુબઈ અને પાકિસ્તાનમાં બિઝનેસ કરી રહી છે.

શુક્રવારે રાત્રે જ આપણી ઈન્ટેલિજન્સ એજન્સીઓના પાસે રિપોર્ટ આવ્યો જેમાં કહેવાયું કે કરાચીના કિ્લ્ફ્ટન વિસ્તારમાં રહેનાર દાઉદ અને તેની પત્નીને કોરોના પોઝિટિવ છે. રિપોર્ટમાં તે કરાંચીની હોસ્પિટલમાં દાખલ હોવાનું અને ગંભીર હાલત હોવાનું કહેવાયું હતું. પાક આર્મીની ઈન્ટેલિજન્સ યૂનિટ અને આઈએસઆઈ તેના પર નજર રાખે છે.

એક ન્યૂઝ એજન્સીની દાઉદના નાના ભાઈ અનીસ સાથે થયેલી વાતચિતને આધારે અનીસે કહ્યું હતું કે, દાઉદ કે પરિવારના કોઈ પણ સદસ્યના સંક્રમિત થવાની માહિતી ખોટી છે. અનીસએ કહ્યું કે ભાઈ અને શકીલની તબીયત સારી જ છે. કોઈ કોરોના ટેસ્ટ પોઝિટિવ નથી. પરિવારનું કોઈ સદસ્ય હોસ્પિટલમાં નથી. ડિ કંપની પાકિસ્તાન અને દુબઈમાં ધંધો કરી રહી છે. યુએઈના લક્ઝરી હોટલ અને પાકિસ્તાનમાં મોટા કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ અંગે સવાલ કર્યો તો તેણે કહ્યું કે, તો શું કરતાં ટ્રાન્સપોર્ટનો ધંધો પણ ચલાવી રહ્યા છીએ.

જોકે પાકિસ્તાન દાઉદ અને તેના પરિવારની પાકિસ્તાનમાં હાજરી હોવાથી ઈન્કાર કરે છે પરંતુ ઈન્પૂટ્સ જ્યારથી મળ્યા છે ત્યારથી વધુ ચકચાર મચી ચુકી છે.