મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ શહેરમાં "માં" નામને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક માતાએ જ તેની સગીર વયની પુત્રીની જીંદગી બરબાદ કરી હોવાનું સામે આવ્યું છે. શહેરના બી ડિવિઝન વિસ્તારમાં તરૂણી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિપુલ પરસાણા નામનો શખ્સ અગાઉ જે મકાનમાં ભાડુઆત હતો એ જ મકાન માલિકની પત્નીને પ્રેમજાળમાં ફસાવી હતી. અને મહિલાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેની 15 વર્ષની પુત્રી ઉપર નજર બગડતા તેને સગીરને શિકાર બનાવી હતી.

પ્રેમમાં અંધ મહિલાએ પોતાની માસુમ પુત્રીને પ્રેમીના હવાલે કરી દીધી હતી. અને આશરે છેલ્લા એક વર્ષથી સગીરાને હવસનો શિકાર બનાવતો હતો. પીડિત તરુણી જે સ્કુલમાં અભ્યાસ કરતી હતી તે સ્કુલની શિક્ષિકાને જાણ થતાં સમગ્ર બનાવની સામે આવ્યો હતો.

જે બાદ પીડિતાએ જ જીવતર બરબાદ કરી દેનાર માતા અને માતાના પ્રેમી સામે ફરિયાદ નોંધાવતાં બી ડિવિઝન પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની લોકોને જાણ થતાં ઠેરઠેર માતા અને દુષ્કર્મી સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. માતા શબ્દને જ આ માતાએ જાહેરમાં શર્મસાર કરી દીધો છે. જોકે આ ઘટનાની હકીકત પોલીસ તપાસમાં વધુ સામે આવશે.