મેરાન્યૂઝ નેટવર્ક, સુરત : સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી પરણિતાને તેના સસરાએ અપહરણ તેમજ દુષ્કર્મની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સસારએ પુત્રવધૂને બીભત્સ ભાષામાં વાત કરી હતી અને ‘ચલ બેઠ ગાડી મેં, રેપ કયા હોતા હૈ, મૈં તુજે બતાતા હૂ, એવું સસરાએ પુત્રવધૂને કોર્ટ સંકુલમાં કહી અપહરણની ધમકી આપતાં તેણે અડાજણ પોલીસમાં પતિ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર સુરતના અડાજણ પાલ રોડ પર રહેતી 37 વર્ષીય પરિણીતા ગત માર્ચ મહિનામાં મોપેડ પર ઘરે જતી હતી ત્યારે રસ્તામાં એલપી સવાણી રોડ પર શોરૂમ પાસે સસરાએ પુત્રવધૂને ઊભી રાખી કહ્યું હતું કે, ચલ બેઠ ગાડી મેં, રેપ ક્યા હોતા હૈ, મૈં તુજે બતાતા હૂ, મારો છોકરો તને નહિ રાખે, તું મારી પાસે રહે અને તું મને ખુશ રાખ તો હું તારા બધા શોખ પૂરા કરીશ. 

Advertisement


 

 

 

 

 

પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિએ પણ વીડિયો કોલ કરી શર્ટ કાઢી કેટલા પૈસા જોઈએ એમ કહી 200 અને 2 હજારની નોટો ફેંકી બદનામ કરી નાખીશ, તું આત્મહત્યા કરી લઈશ, એવી ધમકી આપી હતી, જેથી સસરા અને પતિ બંને સામે મહિલાએ ફરિયાદ આપી છે.