મેરાન્યુઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અંતરિયાળ માર્ગોનો સહારો લીધો છે રાજસ્થાનને અડીને આવેલી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો નીતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરીમાં રચ્યા પચ્યા રહે છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર ભારે પડી રહી છે ઇસરી પોલીસે માનડા ત્રણ રસ્તા પરથી કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા દાહોદના નીલકુમાર સુભાષચંદ્ર દેસાઈને દબોચી લઇ કારમાંથી ૪૩ હજારથી વધુનો દારૂ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો પોલીસ પ્રાથમીક તપાસમાં દારૂ સાથે ઝડપાયેલ વેપારી કમીશન માટે દારૂની ખેપ મારી રહ્યો હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી.

Advertisement


 

 

 

 

 

ઇસરી પીઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા તાબડતોડ માનડા ત્રણ રસ્તા પર પહોંચી નાકાબંધી કરી વોચ ગોઠવી દઈ વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું બાતમી આધારીત સેન્ટ્રો કાર આવતા અટકાવી તલાસી લેતા સેન્ટ્રો કારની ડેકીમાંથી વિદેશી દારૂ,વોડકા અને બીયરની બોટલ કુલ.નંગ-૩૨૪ કીં.રૂ.૪૩૨૦૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક નીલકુમાર સુભાષચંદ્ર દેસાઈ (રહે,૪૧ હરીરાય સોસાયટી,ગોધરા રોડ,દાહોદ)ની ધરપકડ કરી વિદેશી દારૂ,મોબાઇલ અને કાર મળી કુલ.રૂ.૫૪૭૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.