મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ખાણીપીણી બજારોમાં પણ હવે લોકોની સંખ્યા જોવા મળે છે. એવામાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં યુવક પોતાના કામને ઉત્સાહપૂર્વક કરી રહ્યો છે. સાથે સાથે લોકોને મનોરંજન પણ આપી રહ્યો છે.

કચ્છમાં દાબેલી બનાવતા દુકાનદારનો વીડિયો જોઈને "કોઈ ભી ધંધા છોટા નહીં હોતા"  ડાઈલોગ યાદ આવી જશે. ગુજરાતના દરેક શહેરો ખાણીપીણી માટે પ્રખ્યાત છે જેમ કચ્છ દાબેલી માટે પ્રખ્યાત છે. તેવામાં આ યુવક ગુજરાતી ગીતના તાલે દાબેલી બનાવતા દેખાઈ રહ્યો છે. જે ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે સાથે જ સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો ટ્રેન્ડ થઈ રહ્યો છે.  

Advertisement


 

 

 

 

 

તમે જો તમારા કામને પ્રેમ કરતાં હોવ તો તે કામ કેવી રીતે થાય તે વિડિયોમાં જોવા મળે છે. કામ ચાહે નાનું હોય કે મોટું તેને ધગસથી કરવામાં આવે તો તે સફળતાપૂર્વક પાર કરી શકાય છે. જુઓ Video