મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લીમાં Tauktae વાવાઝોડાની આગાહી ને પગલે સમગ્ર રાજ્યમાં આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકોને ઘરોમાં રહેવા અપીલ કરાઇ છે, તો કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં તંત્ર ખડેપગે રહી સલામત સ્થળે ખસેડવા માટે પ્રયાસ હાથ ધર્યો છે ત્યારે મેઘરજ પંથકના રેલાવાડા સહિત અન્ય ગામોના ૧૫૨ લોકોને ગામની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં પણ Tauktae વાવાઝોડાની અસરને લઇને વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં કાચા મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્ય૨ છે. મેઘરજ તાલુકામાં પણ તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા લેવાયા છે અને ૧૫૨ લોકોને રેલ્લાવાડાની સ્કૂલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે. ભયજનક અને કાચા મકાનો ધરાવતા લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડી દઈ. કૉરોના વાઇરસને લઇને બંધ પડેલી શાળાઓને આશ્રય સ્થાન બનાવીને રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. મેઘરજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા ગામડાઓની મુલાકાત કરી સમિક્ષા કરવામાં આવી હતી, ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં રહેવાની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે.