મેરાન્યૂઝ નેટવર્ક, ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયા ખાતે રમાઇ રહેલ કોમન વેલ્થ ગેમ્સમાં ભારતની બેડમિન્ટન મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં મલેશિયામાં 3-1થી હરાવી ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. કોમનવેલ્થના બેડમિન્ટન મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. ભારત તરફથી મિસ્ક્ડ ડબલ્સમાં સાત્વિક રંકીરેડ્ડી અને અશ્ચિની પેનપ્પા, પુરુષ સિંગલમાં શ્રીકાંત કિદાંવી અને મહિલા સિંગલમાં સાઇના નહેવાલે જીત નોંધાવી. ટેબલ ટેનિસ પુરુષ ટીમે નાઇઝીરિયાને 3-0થી હરાવી ભારત માટે 9મો ગોલ્ડ મેડલ જીત્યો તો થોડા સમય બાદ બેડમિન્ટમ ટીમે ભારતને 10મો ગોલ્ડ મેડલ અપાવ્યો.

આ પહેલા કોમન વેલ્થ ગેમ્સના પાચમા દિવસે જીતુ રાયે 10 મીટર એર પિસ્ટલ (પુરુષ) ઇવેંટમાં ગોલ્ડ મેડલ, આ ઇવેંટમાં ઓમપ્રકાશ મિઠારવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો તો 10 મીટર એર રાયફલ (મહિલા) માં મેહુલી ઘોષએ સિલ્વર અને અપૂર્વી ચંદેલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

હાલ ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા 39 ગોલ્ડ, 33 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ સાથે પ્રથમ ક્રમે, ઇંગ્લેન્ડ 22 ગોલ્ડ, 25 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ સાથે બીજા તથા ભારત 10 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.