મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ટીમ ઇન્ડિયા આજે ૧૨માં વિશ્વકપની ૪૦મી મેચ બર્મિગહામનાં એજબેસ્ટન ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશ સામે રમી રહી છે. આ મેચની ખાસ વાત એ છે કે ભારતની ટીમમાં એક નહિં પણ ચાર વિકેટકિપર રમી રહ્યાં છે.

આ મેચમાં વિકેટકિપર તરીકે મહેન્દ્રસિંહ ધોનીને જવાબદારી સોંપાઇ છે. આ સિવાય વિકેટકિપિંગનો અનુભવ ધરાવતા કે.એલ. રાહુલ, રિષભ પંત અને દિનેશ કાર્તિક પણ ટીમમાં છે. ભારતીય ટીમનાં ઈતિહાસમાં કદાચ આમ પ્રથમવાર બની રહ્યું છે કે એક સાથે ચાર વિકેટકિપર રમી રહ્યાં હોય.