મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નોબેલ પારિતોષિત વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ કહ્યું કે ભારત મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં નબડું પડવાના કારણે ચીનથી પાછળ ધકેલાયું છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં આપણે જે નથી કરી શક્યા તે બાંગ્લાદેશએ કરી લીધું છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે વ્યાજદરોમાં કપાત અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી વિકાસની સ્પીડ નહીં પકડી શકે.

અભિજીત કહે છે કે, એક મહત્વી ચીજ જેમાં ચીન સફળ રહ્યું અને અપણે નિષ્ફળ રહ્યા તે છે શ્રમ આધારિત મેન્યૂફેક્ચરિંગ. આપણે રિયલ એસ્ટેટ સ્વિસ સેક્ટરમાં નોકરીઓ પેદા કરી, પણ મેન્યુફેક્ચરિંગમાં નહીં. આ સેક્ટરમાં લાખો લોકોને કામ મળી શકે છે. આપણે તેને મિસ કરી દીધું છે. પરંતુ બાંગ્લાદેશે પકડી લીધું છે.

તેમણે એક સવાલના જવાબમાં એવું પણ કહ્યું હતું કે, પકોડા વેચવા પણ ખોટા નથી, પણ શું પકોડા વિક્રેતા વધુ થવાને કારણે કિંમત ઘણી ઓછી મળે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પકોડા વેચવા એ પણ એક રોજગાર હોવાનું કહ્યું હતું, જેના પર વિપક્ષની તીખી આલોચના કરી હતી.

તેમણે ઉમેર્યું કે, કોર્પોરેટ ટેક્સમાં કપાત કે વ્યાજદરોમાં ઘટાડાની ગ્રોથ પર કોઈ અસર નહીં થઈ રહી. સૌથી યોગ્ય રસ્તો છે ગરીબોના હાથમાં પૈસા આપવા. તેનાથી અર્થ વ્યવસ્થા ફરી જીવીત થશે અને આ જોયા પછી કોર્પોરેટ સેક્ટર ફરી ઈનવેસ્ટ કરશે.

અભિજીત વધારે પગારના હકમાં નથી. તેમણે કહ્યું કે, હું માનું છું કે સેલેરીની એક સીમા હોવી જોઈએ પરંતુ તેને લાગુ કરવી અત્યંત મુશ્કેલ છે. હું વધુ આકવ પર ઉંચા ટેક્સના સમર્થનમાં છું. અસમાનતા દુર કરવા માટે ટેક્સ સિસ્ટમનો ઉપયોગ કરાય. તેના માટે લીગલ લૂપહોલને બંધ કરવો પડશે. અમેરિકામાં વૉરેન બફેટ કહે છે કે હું ઓછો ટેક્સ આપું છું કારણ કે તમે એવી ટેક્સ સીસ્ટમ બનાવી છે. તે પ્રમુખ્તાથી કહે છે કે ગરીબ અને અમીર વચ્ચે જંગ છે અને અમીર જીતી રહ્યા છે.