પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): વિદેશથી આવતા મોટા ભાગના પ્રવાસીઓ જ્યારે પણ ભારત  પરત ફરે ત્યારે ઈન્ટરનેશનલ કાયદા પ્રમાણે પોતાની સાથે બે બોટલ દારૂ લાવી શકે છે. આવું ગુજરાતના પ્રવાસીઓ પણ જ્યારે ગુજરાત પાછા ફરે ત્યારે દારૂ લાવે છે. પણ બાબતની પોલીસની મજા પડી ગઈ છે. વિદેશથી આવતા ગુજરાતી પ્રવાસીઓ દારૂ લઈ આવે ત્યારે રસ્તામાં ઉભી રહેલી પોલીસ ચેકીંગ દરમિયાન દારૂ મળે તો તોડપાણી કરી  વિદેશી દારૂ પણ તફડાવી લે છે. બહુ ઓછા કિસ્સામાં પોલીસ કેસ કરતી હોય છે. અમદાવાદની એક કંપનીના ત્રણ કર્મચારીઓ  જર્મની ગયા હતા અને પાછા ફરતા તેઓને અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ રોક્યા અને પરમીટ વગર દારૂ લાવવાનો કેસ પણ કર્યો છે પરંતુ આપણે ત્યાં કાયદાની વિસંગતતાને કારણે પ્રવાસીઓ હેરાન થાય છે અને પોલીસને મોઝ પડે છે.

ગુજરાતના જે પ્રવાસીઓ વિદેશના પ્રવાસે જાય છે તેઓ અથવા જેઓ વિદેશમાં સ્થાઈ થયા છે તેવા ગુજરાતીઓ જ્યારે પણ પાછા ફરે ત્યારે પોતાની માટે અથવા મિત્રો માટે નિયમ પ્રમાણે વ્યકિત દીઠ બે બોટલ પોતાની સાથે લઈ આવે છે, એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓ સામે તેઓ દારૂ લાવ્યા તેવી જાહેરાંત કરે તો પણ કસ્ટમ અધિકારી તેમને દારૂ લઈ જવાની પરવાનગી આપે છે. કારણ તે નિયમ પ્રમાણેનો દારૂ છે પણ જેવો પ્રવાસી એરપોર્ટની બહાર પગ મુકે તેની સાથે જ આ દારૂ ગેરકાયદે થઈ જાય છે કારણ ગુજરાતના કાયદા પ્રમાણે પરમીટ વગર દારૂ રાખવો ગુનો છે.

ખાસ કરી અમદાવાદ એરપોર્ટ બહાર નિકળવાના રસ્તા ઉપર પોલીસ વિદેશથી આવતા પ્લેનના સમયે શિકારની શોધમાં જ હોય છે ખાસ કરી મધ્ય ગુજરાતના પાસીંગવાળી કારને તેઓ અચુક રોકે છે. કારણ મધ્ય ગુજરાતના એનઆરઆઈ અમદાવાદી પ્રવાસી કરતા સારા એવા પૈસા પણ આપે છે, સાથે પોલીસ તે દારૂ પણ લઈ લે છે અને પ્રવાસી દારૂ તો પાછો આપો તેવું કહેવાની હિંમત પણ કરતો નથી. આમ કાયદાની વિસંગતતાને કારણે વિદેશથી આવતા ગુજરાતી પ્રવાસીઓ દારૂના કેસના નામે ડરી જાય છે તેમની પાસે જ બે જ વિકલ્પ હોય છે કે પૈસા આપી ત્યાંથી નિકળી જવું અથવા પોલીસ કેસનો સામનો કરવો પણ સામાન્ય રીતે બધા પહેલો જ વિકલ્પ પસંદ કરે છે.

પરંતુ ગુજરાતમાં રહેતા અનેક લોકો પાસે હેલ્થ પરમીટ છે  વિદેશથી આવનારી વ્યકિત પોતાની પાસેનો દારૂ એરપોર્ટ ઉપર લાવી જાહેરાંત કરે કે હું મારા હેલ્થ પરમીટ ધારક મિત્ર અથવા સ્વજન માટે દારૂ લાવ્યો છું, તે દારૂની બોટલ ત્યાં જમા કરાવી દેવાની અને હેલ્થ પરમીટ ધારક પોતાની પરમીટ સાથે આવી તે દારૂ મેળવી શકે છે. શરત એટલી કે જે પરમીટ ધારકે નશાબંધી વિભાગમાં જે તે બોટલની નોંધ પોતાની પરમીટમાં કરાવી દેવાની હોય છે.

કાયદો છે તો છટકબારી પણ છે. દા.ત અમદાવાદનો કોઈ નાગરિક દુબઈના પ્રવાસે જાય છે આવતા તે બે બોટલ લઈ આવે છે. તો એરપોર્ટ બહાર નિકળતા પહેલા એરપોર્ટની અંદર રહેલી દુકાનમાં જઈ ત્યાં હાજર નશાબંધી અધિકારીને કહેવાનું કે, હું હવે અહિયાથી રાજસ્થાન જવા માગુ છું અને મારી પાસે દારૂની બે બોટલ છે. આ કિસ્સામાં નશાબંધી અધિકારી ગુજરાત બહાર જવા માગતી વ્યકિતને એક ખાસ પરમીટ કાઢી આપે  છે. તેને ટ્રાનઝીકટ પરમીટ કહેવાય છે, આ પરમીટ સાથે બહાર આવેલી વ્યકિતને ગુજરાત પોલીસ દારૂના કેસમાં પકડી શકતી નથી.