મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં રાત્રી કરફ્યૂ મુકવામાં આવ્યો છે ત્યારે શહેર પોલીસ કર્ફયુનું ચુસ્તપણે પાલન કરાવવા કટીબધ્ધ બની છે. આ માટે જાહેરનામુ બહાર પાડી કેટલાક નિયમો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નક્કી કર્યું છે. અને આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં જણાવ્યા મુજબ અનલોક-6માં રાત્રીના 9 થી સવારના 6 સુધી કર્ફયુનું પાલન કરવાનું રહેશે. લોકોએ આ સમયમાં ઘરમાં જ રહેવાનું અને શેરી, ગલી, માર્ગો પર નીકળવાનું નહી. પગપાળા કે વાહનો પર ફરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે. કર્ફયુમાં સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, મ્યુ. કોર્પોરેશન-નગરપાલીકા, પંચાયતની સેવાઓ, ફાયર એન્ડ ઇમર્જન્સી સેવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ, ફરજના ભાગરૂપે સરકારી કર્મચારીઓન અવર-જવર, માલ સામાન પરિવહન કરનારાઓ, તબિબી સંસ્થાઓ, ઉત્પાદન, વિતરણ એકમો, દવાઓ, ડિસ્પેન્સરીઓ, કેમિસ્ટ, આવશ્યક ચીજવસ્તુઓ, હોસ્પિટલ, વેટરનીટી આનગી ક્ષેત્રના કેસ્ટિ, દવાખાના, ફાર્મસી, જનઓૈષધી કેન્દ્રો સહિતના તેમજ હવાઇ માર્ગ, રેલ્વે, બસ મારફત મુસાફરોને લેવા-મુકવા માટે માન્ય ટિકીટ રજુ કરતાં જવા દેવામાં આવશે.

જાણો કંઈ સેવાઓને છૂટછાટ આપવામાં આવી છે.

પ્રિન્ટ, ઇલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપરનું પરિવહન-વિતરણ કરનારા, દૂરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ, કેબલ સેવાઓ, આઇટી આધારીત સેવાઓ, રેડક્રોસ, ATM સહિતની સેવાઓમાં છુટછાટ અપાશે.


આ રસ્તાઓ તમામ વાહનો માટે રહેશે ચાલુ 

કેસરી પુલ સિવાયના બીજા પુલ બંધ રહેશે. ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રોડ, જામનગર રોડ માધાપર ચોકડીથી માલિયાસણ ચોકડી સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે ચાલુ રહેશે.