ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): તાજેતરમાં લંડન સ્થિત નિકલ ડિજિટલ એસેટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં ૧૦માંથી ચાર ક્રિપટો રોકાણકારોએ કહ્યું હતું કે અમે નાટ્યાત્મક રીતે ક્રિપટો હોલ્ડિંગમાં વધારો કરવાની યોજના ઘડી છે. માત્ર ૧ ટકો એવો વર્ગ હતો જેણે તમામ હોલ્ડિંગ વેચી નાખ્યું હતું, ૭ ટકાએ કહ્યું હતું કે અમે અમારું રોકાણ હળવું કર્યું છે. ૨૦૨૩ સુધીમાં ૮૨ ટકા સંસ્થાગત રોકાણકારો પોર્ટફોલિયોમાં ડિજિટલ એસેટ વધારવાની યોજના જાહેર કરી હતી. આ સર્વે અમેરિકા યુકે, ફ્રાંસ, યુએઇ અને જર્મનીમાં કરવામાં આવ્યો હતો. 

આ બધા રોકાણકારો પ્રાથમિક રીતે માને છે કે લાંબાગાળે ક્રિપટો અને ડિજિટલ એસેટ્સમાં નફાના સંયોગ ખુબજ ઉજળા છે. આ વર્ષે જાન્યુઆરીમાં કુલ ક્રિપટોમાર્કેટ કેપિટલમાં ૭૦ ટકા હિસ્સો બિટકોઇનનો હતો. તે હવે ઘટીને ૪૪ ટકા રહી ગયો છે. બિટકોઇન ભાવમાં સુધારા બાબતે અચોક્કસતાઓ પ્રવર્તતી હોવા છતાં, મહત્તમ સંસ્થાગત રોકાણકારો અને ફંડ મેનેજરો હવે પછીથી ૨૦૨૩ સુધીમાં તેમનું વધુમાં વધુ ફંડ ક્રિપટો કરન્સીમાં રોકવાની ઈચ્છા ધરાવે છે.

મોટાભાગના દેશમાં ફુગાવો માજા મૂકી રહ્યો છે, ત્યારે બજારમાં મોટું ગાબડું પાડવાની સંભાવના વધી ગઈ છે. છેલ્લા બે વર્ષથી ફુગાવાના હેજ તરીકે સોના કરતાં ક્રિપટો કરન્સીએ ખોબલે ખોબલે વળતર આપ્યું છે. અને હજુ પણ ખૂબ બધુ વળતર આપવાની શક્યતા ધરાવે છે. 

Advertisement


 

 

 

 

 

આનું તાજું ઉદાહરણ છે, જર્મનીએ ક્રિપટો કરન્સી બાબતે નવી કાયદો પસાર કરીને સ્પેશ્યલ ફંડ સ્થાપિત કરવાની પરવાનગી આપી દીધી. આને લીધે ક્રિપટો બજારમાં વર્ચસ ધરાવતા સ્થાનિક સંસ્થાગત રોકાણકારોને હવે તેમનું ૨૦ ટકા હોલ્ડિંગ ક્રિપટોમાં હોલ્ડ કરી શકશે. એક કાચો અંદાજ કહે છે કે આ કાયદો પસાર થવાને લીધે ૪૧૫ અબજ ડોલર ક્રિપટોબજારમાં ઠલવાશે.

ક્રિપટોબજારમાં આવું ખૂબ બધુ ફંડ ઠલવાતા એક અનુમાન મુજબ લાંબાગાળે ક્રિપટો અને ડિજિટલ કરન્સી એસેટ્સના ભાવ ૫૮ ટકા ઉછળવાની જગ્યા છે. ૩૩ ટકાએ તો એવું કહ્યું હતું કે તેઓ આવા એસેટ્સ ક્લાસમાં રોકાણકરવાની વધુ સરળતા અનુભવે છે અને સંખ્યાબંધ દેશમાં ક્રિપટો નિયમનો પણ હળવા થવા લાગ્યા છે. 

૨૦૨૧માં ક્રિપટો કારન્સીને સ્વીકૃતિ આપનર દેશોની સંખ્યામાં જડપથી વધારો થયો છે, ક્રિપટો ઉપયોગ કરનારાઓની સંખ્યા વધીને ૩૦ કરોડ લોકોની થઈ છે, તદુપરાંત ૧૮,૦૦૦ ધંધાર્થીઓએ પેમેન્ટ તારીકે ક્રિપટોને સ્વીકૃતિ આપી દીધી છે. ક્રિપટો વિશ્વમાં આજે પણ ઇથેરીયમ અને બિટકોઇન સૌથી મોટા ડિજિટલ કોઈન છે, અને તેની માલિકી જગતમાં સૌથી વધુ લોકો ધરાવે છે. અંદાજએ ૧ કરોડ ભારતીયો ૧.૮ લાખ બિટકોઇન હોલ્ડર છે. ડોગકોઈન આ શ્રેણીમાં ૨૦૧૩માં જોડાઈને ત્રીજા સ્થાને સૌથી વધુ સંખ્યામાં કોઈન હોલ્ડરો છે.

Advertisement


 

 

 

 

 

અલબત્ત, ૨૦૨૧ માં તેણે સૌથી વધુ પ્રસિધ્ધિ મળી. ફેબ્રુઆરીમાં ટેસ્લા સીઇઓ એલન માસ્ક અને રેપર સનુપ ડોગએ અસંખ્ય ટ્વિટ કરીને ક્રિપટો બજારમાં નવી જાન ફૂંકી ભાવને આસમાને લઈ ગયા. ત્યાર પછીના મહિનામાં ડોગકોઈન ૮ મેના રોજ ૦.૭૦ ડોલર ઓલ ટાઈમ હાઇ થયા જે હાલમાં ૦.૨૪ ડોલર ચાલે છે. અલબત્ત, આ વર્ષના આરંભથી અત્યાર સુધીમાં ૨૪૦૦ ટકાનો આસમાનીસુલતાની ઉછાળો દાખવે છે. અમેરિકા અને યુકેમાં ડોગકોઈન સૌથી વધુ સ્વીકૃત કરન્સી છે. જોકે આ બંને દેશમાં નિટકોઇન અનુક્રમે ૮૦.૭ ટકા અને ૭૦ ટકા જ્યારે ઇથેરીયમ ૩૫.૭ ટકા અને ૩૭.૩ ટકા માલિકી હક્ક ધરાવે છે. લિટકોઇન અને બિટકોઇન કેશ ટોપ લિસ્ટમાં પાંચમા સ્થાનએ છે. ૨૦૨૧માં અત્યાર સુધીમાં ડોગકોઈનનું માર્કેટ કેપ વધીને ૨૭૦૦ ટકા થઈ ગયું છે.          

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)