ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): નાટ્યાત્મક ભાવ વધઘટને કારણે તાજેતરમાં ક્રિપટોકારન્સીમાં બેન્ચમાર્ક બિટકોઇનએ મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. પરિણામે રોકાણકારોનું ધ્યાન આકર્ષિત થયું છે અને પે-પાલએ અલાદીનના  ચિરાગની જેમ બિટકોઇનમાંથી પુષ્કળ ધંધો મેળવ્યો છે, કેટલાંક વ્યાવસાયિક (પ્રોફેસનલ) રોકાણકારોએ પણ હવે પોતાના મલ્ટી એસેટ્સ ફંડ માટે આ પ્લેટફોર્મ માટે સલામત હોવાનું વિચારવાનું શરૂ કર્યું છે. રોકાણકારોને હવે લાગે છે કે બિટકોઇન એ ઇનફલેશન હેજીંગ અને જોખમી એસેટ્સ બંને રીતે હકારાત્મક અને વાજબી છે, પરિણામે તેમણે ટેકનોશેર અને સોનું બંને સાથેનું જોડાણ તોડી નાખ્યું છે.

સોનાના સલામત મૂડી રોકાણના પ્રભુત્વનું સંપૂર્ણ ધોવાણ, ક્રિપટોકરન્સી એસેટ્સ ઇથેરીયમ અને બિટકોઇન કરી નાખશે. રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોનું વૈવિધ્યકારણ કરવા સોનાની સાથે ડિજિટલ કારન્સીનો પણ વિચાર કરવાનો સમય પાકી ગયો છે. શુક્રવારે બિટકોઇનએ આ વર્ષે પહેલી વખત સતત ૮ દિવસ સુધી તેજીમાં રહેવાનો ઇતિહાસ રચ્યો છે, આજે એશિયન બજાર સમયમાં ભાવ ૫૮,૨૬૬ ડોલરની બોલાયો હતો, જે તાજેતરના ઐતિહાસિક ભાવ ૫૮,૩૬૭ ડોલરથી સાવ નજીક છે.


 

 

 

 

 

સામાન્ય નિયમ પ્રમાણે સરકાર અર્થતંત્રમાં નાણાં છાપીછાપીને બજારને ધબકતી રાખવાનો પ્રયાસ કરે છે. એ સાથે જ રોકાણકાર પણ પોતાને ત્યાં લાંબા સમયની અસલામતી ઊભી થાય તેમ નથી ઇચ્છતા. ફુગાવાનું જોખમ, રોકાણકારને પોતાનું ફંડ અન્ય વિશ્વસનીય એસેટ્સમાં ફાળવવાની ફરજ પાડે છે. અહી ડિજિટલ કરન્સી રોકાણકારની વાહરે આવી છે. તેના ભાવ પરંપરાગત નાણાકીય બજારથી વિપરીત આસમાને ગયા છે, અને આ તો હજુ શરૂઆત છે. 

રોકાણકારો હંમેશા નવી નવી તકો શોધતા હોય છે, શેરબજાર અને સોનું હવે વસુકી ગયેલી ગાય (ઓછું વળતર) બનવા લાગ્યા છે, ત્યારે ક્રિપટોકરન્સી એક આગવી એસેટ્સ બનવા લાગ્યા છે. અલબત્ત, એનાલિસ્ટોની આગાહી છે કે બન્ને પોર્ટફોલિયોમાં નફાની જગ્યા બચી છે. ૨૦૨૦ના આરંભથી અત્યાર સુધીમાં ઇથેરીયમ અને બિટકોઇન જેવી ડિજિટલ કરન્સીએ અનુક્રમે ૧૨૯૪ ટકા અને બિટકોઇનએ ૬૨૪ ટકા વળતર આપ્યું છે.       

જો કે સોના માટે પણ ૨૦૨૦નું વર્ષમાં અખબારોની હેડલાઇન વર્ષ હતું. ૬ ઓગસ્ટે સોનાનો ભાવ ૨૦૮૯ ડોલર ઓલ ટાઈમ હાઇ થયો હતો. સોનું પણ લાંબાગાળાના વળતરનો સારો ઇતિહાસ ધરાવે છે, છેલ્લા ૧૫ વર્ષમાં સોનાએ વાર્ષિક સરેરાશ ધોરણે ૮૦ ટકાનું વળતર આપ્યું છે. ક્રિપટોકરન્સીએ હવે વિકેન્દ્રિત અનામત તરીકે વૈશ્વિક સ્વીકૃતિ મેળવી લીધે છે. આ કરન્સીએ સમય સીમાડા વટાવી દીધા છે, તે કોઈ પણ ટાઈમે વટાવી શકાય છે, તેનું સરળ વાહન શક્ય છે અને હવે તો તેને સંગ્રહ મૂલ્ય પણ પ્રાપ્ત થયું છે. પ્રમાણમાં તેની અછત છે અને તેની કોઇની જવાબદારી પણ નથી કે તેના કોઈ લક્ષ્યાંકો.     


 

 

 

 

 

એનાલિસ્ટો માનવા લાગ્યા છે કે હવે તે સોનાની વોલેટાલિટી (ભાવ અફડાતફડી)ને સમાંતર, બિટકોઇન પણ એટલીજ વધઘટ દર્શાવતી એસેટ્સ બની છે. હવે પછી તેનું હેલવિંગ (ટેકનોલોજીની ખાણમાંથી નવી પ્રાપ્તિ) ખુબજ મર્યાદિત થઈ જવાની, તેથી ક્રિપટોકારન્સીની અછત પણ વાર્તાશે. રોકાણકારે હવે ફિજિકલ સોના ઉપરાંત ખાણ કંપનીના શેર, સરકારી ગોલ્ડ બોન્ડ અને ઇટીએફ આધારિત સેકટરમાં પણ રોકાણ કરવું જોઈએ.

રસપ્રદ વાત એ છે કે રોકાણકાર પાસે, એનાલિસ્ટો કહે છે તેમ ક્રિપટોનું હોવું એ એક સલામત પગલું છે, અને અસંખ્ય બિનપરંપરાગત સલામત સ્ત્રોતો માનો એક ડિજિટલ કરન્સી છે. તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. બિટકોઇન તમારા પોર્ટફોલિયોને વ્યાપક વૈવિધ્યકૃત રોકાણ બનાવે છે જેમ ફુગાવાથી બચવા સોના અને બોન્ડમાં રોકાણ થાય છે. તેઓ કહે છે કે તમારે તમારા નાણાકીય હેજ (સલામતી) માટે હવે પ્રવૃત થવાનો સમય પાકી ગયો છે.    

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)