ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): પેરિસ સ્થિત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ક્રૂડ ઓઇલ બજારના હકારાત્મક અહેવાલ પ્રસિધ્ધ કર્યા અને શુક્રવારે તેજીમાં નવા ઈંધણ પુરાણા. ઓપેક સંગઠન કરતાં, બહારના ઉત્પાદકોમાંના એક અમેરિકા દૈનિક ૧૬ લાખ બેરલ વધુ ઉત્પાદન કરશે, એ સાથે જ ૨૦૨૨માં વૈશ્વિક ઓઇલ સપ્લાયમાં વેગથી વધારો થશે. આઈઇએ અહેવાલમાં એવી આગાહી કરવામાં આવી છે કે આગામી વર્ષના અર્ધવાર્ષિકમાં જાગતિક માંગ, ૨૦૨૦ની કોરોનામહામારી પહેલાના સ્તરે પહોંચી જશે. બેરંટ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલ વાયદો અનુક્રમે ૭૩ ડોલર અને ૭૦.૯૦ ડોલર પ્રતિ બેરલ, ઓકટોબર ૨૦૧૮ પહેલાંની સપાટી વટાવી ગયા હતા. 

આખા વિશ્વના અર્થતંત્રો નવપલ્લવિત થતાં માંગમાં સતત વધારો થવાથી ભાવ છેલ્લા ટ્રબ સપ્તાહથી સતત વધી રહ્યા છે. આઈઇએ કહે છે કે માંગ વૃધ્ધિ જોતાં કહી શકાય કે આગામી વર્ષે બજારમાં વધારાનો પુરવઠો આવશ્યક બની જશે. જેમજેમ અર્થતંત્રોમાં વિશ્વાસનું સંપાદન થશે અને સુધારાની ગતિ પકડશે, તેમતેમ અન્ય ઊર્જા માદયમો સાથે ક્રૂડના ભાવને ઊંચે જવામાં મદદ મળી રહેશે.     
ઓપેકે ૨૦૨૧ ના બીજા અર્ધવાર્ષિકની માંગના અંદાજિત આંકડા દૈનિક ૯૬૫.૮ લાખ બેરલ યથાવત રાખ્યા હતા. અલબત્ત, ૨૦૨૦ ની સમાન સમયની માંગ દૈનિક ૯૦૬.૩ લાખ બેરલ કરતાં ૫૯.૫ લાખ બેરલ વધુ હશે. ઈરાક જે ઓપેકનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, તેણે બીજા અર્ધવાર્ષિકમાં ભાવ સરેરાશ ૬૮ થી ૭૫ ડોલરની રેન્જમાં મૂકી હતી.

આઇઇએ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા અહેવાલમાં આપેલા આંકડા કહે છે કે આ વર્ષે માંગ સરેરાશ દૈનિક ૫૪૦૦૦ બેરલ વધવાની શક્યતા છે જેમાં આગામી વર્ષે દૈનિક ૩૧ લાખ બેરલનો ઉમેરો થશે. માંગના આ લેવલે પહોંચવા માટે ઓપેક પ્લસ દેશોએ જુલાઇ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ સુધીમાં દૈનિક ૧૪ લાખ બેરલ ઉત્પાદન વૃધ્ધિ કરવી પડશે. ૨૦૨૧મા નોન-ઓપેક દેશોએ ઉત્પાદન લક્ષ્યાંક દૈનિક ૭.૧૦ બેરલ વૃધ્ધિનો રાખ્યો હતો. જયારે ઓપેક પ્લસ દેશોએ દૈનિક સરેરાશ વધારાના ૮ લાખ બેરલ સપ્લાય, તેમની નિર્ધારિત નીતિ અનુસાર બજારમાં ઠાલવી હતી.

Advertisement


 

 

 

 

 

વધુમાં આખા વિશ્વની વધનારી માંગને પહોંચીવળવા ઓપેક પલાસ દેશોએ તેમના પાસેની વધારાની ઉત્પાદન ક્ષમતાના નળ પણ ખોલવા પડશે એમ, પેરિસ સ્થિત એજન્સીએ સ્પષ્ટપણે કહ્યું હતું. આઈઇએ તો ત્યાં સુધી કહે છે કે આ સાપ્તાહાન્તે પેરિસ ખાતે મળનાર અમેરિકા અને ઈરાન વચ્ચે પુન: શરૂ થનાર વાટાઘાટો જો હકારાત્મક રહેશે તો ઈરાનીયન ઓઇલનો વધારાનો પુરવઠો પણ બજારમાં પ્રવાહિત થનાર છે. અમેરિકાએ ૨૦૧૫માં જે સંધિમાંથી પીછેહઠ કરી હતી તેમાં પરત ફરવાની આ બે દેશો વચ્ચે વાતચીતનો દોર આગળ વધશે. 

શક્ય છે કે આ વર્ષાન્ત સુધીમાં ઈરાન એકલું દૈનિક ૧૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ બજારમાં ઠાલવશે. અલબત્ત, આ બાબતે રાજકીય સ્થિતિ તાણ ભરેલી છે, એનાલિસ્ટઓ માને છે કે આ બધુ છતાં કરારો થી જવાની શક્યતા ઉજ્જવળ છે. આ આ વાટાઘાટો સફળ થશે તો બજારમાં પુરવઠા પ્રવાહિતા વધતાં ટૂંકાગાળા માટે ભાવમાં પીછેહઠ થશે. એક વર્ષ અગાઉ કોરોના મહામરી માંગ વેગથી ઘટી ત્યારે ઓપેક પ્લસ દેશોને ૪૦ ટકા ઉત્પાદન ક્ષમતાને બુચ મારવું પડ્યું હતું, તે પાછું ખોલી નાખવામાં આવ્યું છે. હવે પછી કેવો વ્યુહ અપનાવવો તે નક્કી કરવા ઓપેક પ્લસ દેશો ૧ જુલાઈએ વીએનામાં મળશે. 
ઓપેકના જૂન માસિક માર્કેટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઇરાને ઉત્પાદન વધારવાનું શરૂ કરી દીધું છે. આનો અર્થ એવો કરવામાં આવે છે કે ઈરાણને ખાતરી છે કે વાટાઘાટો સફળતાપૂર્વક પાર ઉતરશે, આપણે એ જોવાનું રહેશે કે તેમના પ્ર મૂકવામાં આવેલા વેપાર પ્રતિબંધો હતી જાય છે કે નહીં.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)