મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ ઝડપી બની રહેલા યુગમાં દેશની જનતા ઘણી ભૂલકણી બનતી જાય છે, દુષ્કર્મની ઘટનાઓમાં ન્યાયની માગણીઓ થોડા દિવસ ટ્રેન્ડિંગમાં રહે છે બાદમાં માણસ મૂવઓન થઈ જાય છે. હાલમાં જ યુપીમાં થયેલી સતત દુષ્કર્મની ઘટનાોમાં દેશ ઉકળ્યો હતો, બાદમાં ગુજરાતમાં પણ આવી ઘટનાઓ સામે આવતા ફરી ગુજરાતની જનતા ઉકળી ઉઠી હતી પરંતુ હવે તે દીકરીઓના ન્યાયની માગ ટ્રેન્ડિંગમાંથી ઉતરતી જાય છે. ગઈકાલે કચ્છના ભચાઉમાં એક દીકરીની દુષ્કર્મ બાદ હત્યા કરેલી લાશ મળી આવી હતી આજે વધુ એક દુષ્કર્મની ઘટના જામનગરમાં બની છે જ્યાં તેના જ કૌટુંબીક ભાઈએ તેના પર દુષ્કર્મ કર્યું હતું.

જામનગરના એક વિસ્તારમાં રહેતી માત્ર 9 વર્ષની બાળકી પર તેના જ કૌટુંબીક ભાઈએ નજર બગાડી તેને દુષ્કર્મનો ભોગ બનાવી છે. રાત્રીના સમયે ગતરોજ આ દીકરી ઘરમાં એકલી હતી. તે સમયે તેના જ પિતરાઈ ભાઈએ તેના પર દુષ્કર્મ આચર્યું. બહેન સાથે દુષ્કર્મ કર્યાની આ ઘટનાએ ઠેરઠેર લોકોમાં આવા ભાઈ પર ધૃણા ઉપજાવી મુકી છે. બહેનની આબરુ લીધા પછી ભાઈ ગભરાઈ ગયો અને હવે ફરાર થઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં પોલીસ દીકરીના મેડિકલ એક્ઝામીનેશન સહિતની કાર્યવાહીઓ હાથ ધરતાં તે ભાઈ સામે ફરિયાદ પણ નોંધી છે. પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જોકે તેનો ભાઈ હજુ (આ લખાય છે ત્યારે) પોલીસના હાથે ચઢ્યો નથી. જોકે આ ઘટનાએ સમસ્ત જામનગરને હચમચાવી મુક્યું છે.