મેરાન્યૂઝ નેટવર્ક.અયોધ્યાઃ અયોધ્યામાં હનુમાનગઢીના નાગા સાધુ મહંત કન્હૈયા દાસની રાત્રે સુતા વેળાએ ઈંટથી માંથુ છુંદીને હત્યા રી દેવાઈ છે. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. તેમની લાશ ચરણપાદુકા મંદિરની ગૌળામાં મળી આવ્યા છે. તે વસંતિયા પટ્ટીથી જોડાયેલા ગુલચમન બાગના મહંત હતા. કેસની જાણકારી પર પહોંચેલી પોલીસ તપાસમાં લાગી ગઈ છે. હત્યાનું કારણ અંદર અંદરની કોઈ માથાકુટ કે વેરઝેર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણકારી મળતા મોટી સંખ્યામાં હનુમાનગઢીના નાગા સાધુ ભેગા થઈ ગયા. ત્યાં જ જિલ્લા તંત્રના અધિકારી લાશને કબજામાં લઈ તપાસમાં લાગી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે જિલ્લા રાયગંજ પોલીસ સ્ટેશન સ્થિત ચરણ પાદુકા મંદિરની ગૌશાળામાં મહંત સુતા હતા ત્યારે જ તેમના પર હુમલો થયો હશે. પોલીસે આ મામલે તપાસ કરી છે અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને પણ ઘટના સ્થળ પર બોલાવાયા હતા.

જમીનને લઈને ચાલી રહ્યો હતો વિવાદ

મૃત મહંત ગુરુભાઈ રામાનુજદાસના ચેલા રામબરન દાસએ આરોપ લગાવ્યો છે કે કન્હૈયા દાસ હનુમાનગઢી મંદિરના પાસે સ્થિત ગુલશન બાગમાં ભોજન ઉપરાંત ચરણ પાદુકા મંદિરમાં સ્થિત ગૌશાળામાં સુઈ રહ્યા હતા ત્યાં તેમની હત્યા કરી દેવાઈ. તેમનો જમીન તથા મકાનને લઈને ગોલૂ દાસ ઉર્ફે શશિકાંત દાસ સામે કેસ ચાલી રહ્યો હતો.

તેમણે કહ્યું કે, આ મુદ્દાને લઈને બંને પક્ષોમાં કડવાશ રહેતી હતી. સ્થળ પર પહોંચેલા સિટી વિજય પાલ સિંહ મુજબ, આરોપના આધાર પર ગોલૂ દાસને અટકાયતમાં લેવાયા છે હાલ હજુ લાશને પોસ્ટ મોપ્ટમ માટે મોકલવામાં આવી છે. પુરા મામલાની તપાસ કરવામાં આવી રહી છે જલ્દી જ આ મામલાનો ખુલાસો કરી દેવાશે.