મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જમ્મૂ કશ્મીરના સ્પેસ્યલ સ્ટેટસને ખત્મ કરવાથી પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ આફ્રિદી બોખલાઈ ગયો હતો. તેણે આ ભડાસ સોશ્યલ મીડિયા પર કાઢી હતી. આફ્રિદીની આ વાતનો ક્રિકેટરમાંથી સાંસદ બનેલા ગૌતમ ગંભીરે જવાબ આપવામાં મોડું ન કર્યું. પોતાના સમયમાં આક્રમક શૈલીના બેટ્સમેન રહેલા ગૌતમ ગંભીરે આફ્રિદીને ટ્વીટર પર રિપ્લાય કરીને તેને અરિસ્સો બતાવ્યો છે અને તેને પાકિસ્તાન અધિકૃત કશ્મીરની યાદ અપાવી દીધી છે. સાથે જ ગંભીર આફ્રિદીને એ પણ કહે છે કે ચિંતા ન કર બેટા, અમે તેનો પણ હલ કાઢી લઈશું. આ સમયે ભીરે પોતાના જ અંદાજમાં અફ્રિદીને બેટા કહેતા લોકો પણ ચોંકી ગયા હતા.

કશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેના બે ભાગ કરી કેન્દ્ર શાશિત પ્રદેશ કરી દેવાના નિર્ણય સંદર્ભે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ટ્વીટ કરીને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પર સવાલ ઉઠાવ્યા અને અમેરિકા પાસે મદદની આશા લગાવી હતી. આફ્રિદીના આ અફસોસજનક ટ્વીટ પર ક્રિકેટ બિરાદરીના ગૌતમ ગંભીરે પણ ફટકે બાજી કરી દીધી હતી.

અફ્રિદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, કશ્મીરીઓને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવના આધારે તેમા અધિકારી આપવા જોઈએ. આઝાદીનો અધિકાર આપણા તમામનો છે. સંયુક્ત રાષ્ટ્રી રચના કેમ થઈ હતી અને તે કેમ નિંદ્રામાં છે. કશ્મીરમાં સતત માનવતા વિરોધી અનુત્તેજિત આક્રમક્તા અને અપરાધ થઈ રહ્યા છે. તેના પર ધ્યાન આપવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ (અમેરિકી રાષ્ટ્રપતિ)ને આ ઈશ્યૂમાં જરૂરી રુપથી મધ્યસ્થતાની ભૂમિકા અદા કરવી જોઈએ.

ગંભીરે ટેગ કરતાં આફ્રિદીને લખ્યું કે, દોસ્તો શાહિદ આફ્રિદી બુલ્કુલ ઠીક છે, ત્યાં અનુત્તેજિત આક્રમક્તા છે, ત્યાં માનવતા સામે ગુનાઓ થઈ રહ્યા છે. ત્યાં આ મામલો આમને સામે લાવ્યા, તે માટે તેમની પ્રશંસા કરવી જોઈએ. ગંભીરે આ વાક્ય આગળ તાલીઓનું ઈમોજી મુક્યું હતું.

તે ઉપરાંત ગંભીરે લખ્યું કે, બસ તે તેમાંથી એક વાત લખવાનું ભુલી ગયા તે આ હતી કે આ બધું પીઓકેમાં થઈ રહ્યું છે. ચિંતા ન કરો, હમે તેનો પણ હલ નિકાળી લઈશું બેટા !!!