ફૈઝાન રંગરેજ (મેરાન્યૂઝ.ગાંધીનગર): દેશમાં કોરોના વાયરસ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દરેક પ્રકારના ઉપાય છતાં ઘણા રાજ્ય સ્થિતિ નિયંત્રણ બહાર થતી જોવા મળી રહી છે. એક પછી એક કોરોના રફતાર પકડી રહ્યું છે. રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુ મુદત વધારી છે અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી એટલેકે 17માર્ચ થી નવા નિયમ પ્રમાણે રાત્રે 10:00વાગ્યા થી સવારે  6:00 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની આવી સ્થિતિ છેલ્લા કેટલાક સમથી જોવા મળી જ રહી હતી. આ અગાઉ પણ કોરોનાના રોજીંદા કેસ એટલા નોંધાતા હતા કે લોકો ભયના માહોલમાં હતા. જોકે તે સમયે ચૂંટણી હતી, સ્ટેડિયમમાં કાર્યક્રમો હતા અને દાંડી યાત્રા કરવાની હતી. કદાચ તે કારણે સરકારી તંત્ર આ દિશામાં વિચારવાનું ચુકી ગઈ તો નહીં હોય ને? છત્તાં સરકારને હવે કોરોના દેખાયો છે, જેને કારણે કડક પગલાઓ લેવાની જાહેરાત કરવામાં આવી છે. રાત્રી સમયે હવે બહાર નીકળવું 'મોર બોલાવવા' બરાબર થઈ જાય તો નવાઈ નહીં.


 

 

 

 

 

કોરોના માટે જવાબદાર કોણ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સરકાર નિયમો નેવે મૂકી રાજકીય રેલી કાઢી સભા ગજવી, રાજકીય મેળાવડા કર્યા, તેમજ વિજય સરઘસ કાઢ્યા, કોરોના વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં લોકોની મોટી ભીડ એકઠી કરી, હવે સરકારે કોરોનાનું ઠીકરું જાહેર જનતા પર ફોડ્યું છે. 

ફરી એકવાર કોરોના કેસ માં ભડકો બોલતા રાજ્યસરકાર હરકતમાં આવી 

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા એમ ચારે મહાનગરોમાં લાદવામાં આવેલા રાત્રિ કરફ્યુની મુદત ગઈકાલે સમાપ્ત થઈ ગઈ છે. તો બીજી બાજુ સરકાર તરફથી રાજ્યમાં કોરોના સમીક્ષા કરવા માટે આજરોજ કોરકમીટી બેઠક  બોલવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચારે મહાનગરોના કમિશનર હાજરીમાં રાત્રિ કરફ્યુ 31 માર્ચ સુધી લબાવાનો નિર્ણય કર્યો છે અને અગાઉ 12:00 વાગ્યાથી 6:00 સુધી હતો, પરંતુ સ્થિતિ કથળતા સરકારે રાત્રે ‍10:00વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી17માર્ચ થી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.


 

 

 

 

 

રાજ્યમાં ફરી કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનતી જઈ રહી છે તેવું હવે સરકારનું કહેવું છે. સુરતએ કોરોનાનું હોટસ્પોટ મહાનગર બન્યું છે. તેમજ કોરોનાના કેસમાં અમદાવાદ બીજા ક્રમે છે. તેને લઇ રાજ્ય સરકારે તકેદારી ભાગરૂપે કોરોના અંકુશ લેવા માટે અમદાવાદમાં કોરોનાની સ્થતિ બેકાબૂ બનતા 2 દિવસ આગાઉ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના 8 વોર્ડમાં રાત્રીના 10 વાગ્યા પછી મોલ, જીમ, પાન પાર્લર સહિતના સ્થાનોને બંધ કર્યા હતા પરંતુ હવે આજે સમસ્થ શહેરને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અહીં સુધી કે કોર મીટિંગમાં ચારે મહાનગરોમાં રાત્રી કરફ્યૂનો નિર્ણય કરાયો છે. 

અમદાવાદમાં ક્રિકેટ એશોશિએશન દ્વારા જાહેરાત કરાઈ કે હવેની અમદાવાદમાં રમાનારી ટી 20 શ્રેણી પ્રેક્ષકો વગર રમાશે.  રાજ્યમાં દિવાળી બાદ અગાઉ કોરોનાની સ્થિતિ વકરતાં ચારે મહાનગરોમાં ગત 21 નવેમ્બરે 57 કલાકના લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. ત્યારથી લઈ અત્યાર સુધી રાત્રી કરફ્યૂ યથાવત છે. જોકે તેના સમયમાં અવારનવાર ફેરફારો આવ્યા છે. આમ ગુજરાતને અડીને આવેલા પાડીશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બનતા નાગપુર સહિત ઘણા શહેરોમાં 8 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. અન્ય રાજ્યોમાં હાલત ગંભીર બનતા ગુજરાતમાં તકેદારીઓ વધારી દેવાઈ છે.