નવી દિલ્હીઃ આંખોને લગતી ઘણી બધી સમયસ્યાઓમાં ગાયના ઘીનો પ્રયોગ કરવો લાભકારી હોય છ. ત્રિફળા અને મધ સાથે ગાયના ઘીનું મિશ્રણ કરી સેવન કરવાથી આંખોને લાભ થાય છે. આ ઘી આંખોની રોશની વધારવામાં પણ મદદ કરે છે.

ગાયનું ઘી આપણા શરીર માટે એક દવાની જેમ છે. જે આપણને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. તેનું નિયમિત સેવન કરવામાં આવે તો વજન નિયંત્રિત રાખે છે. સાથે જ શરીરમાં એનર્જી પણ જળવાઈ રહે છે. ઉપરાંત ગાયનું ઘી, માનસિક સ્વાસ્થ્ય અને સ્કીન માટે પણ ઘણું લાભકારી છે. ગાયના ઘીમાં એવા ઘણા માઈક્રોન્યૂટ્રીઅંટ્સ હોય છે જેમાં કેન્સર યુક્ત તત્વોથી લડવાની ક્ષમતા હોય છે. નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનીકોની માનીએ તો ગાયનું ઘી શરીરમાં કેન્સરના ડીટોક્સિફિકેશન એટલે કે વિષહરણ માટે જવાબદાર ઈન્જાઈમ્સને વધારે છે અને કેન્સર પેદા કરતા તત્વોને ઘટાડે છે.

ગાયના ઘીથી રક્તચાપ પણ કંટ્રોલમાં રહે છે. ઉપરાંત 24 ગ્રામ દેશી ઘીમાં થોડીક મિશ્રી મિલાવીને ખવડાવવાથી નશો પણ ઉતરી જાય છે. આંતરડાઓમાં પણ જમા થયેલી કોલેસ્ટ્રોલ ઓછી થાય છે. કારણ કે ઘીથી બાઈલરી લિપિડનો સ્ત્રાવ વધી જાય છે.

આ ઘીનો સ્મોકિંગ પોઈન્ટ બીજા ફેટની તુલનામાં ઘણો વધુ હોય છે, તેના જ કારણે વાનગી બનાવતા સમયે આ જલદીધી બળી જતું નથી. ઘીમાં સ્થિર સૈચુરેટેડ બોણ્ડ્સ ઘણા વધુ હોય છે. જેનાથી ફ્રિ રેડિક્લ્સ નિકળવાની આશંકાઓ ઘણી ઓછી રહે છે. ઘીની ફૈટી એસીડની ચેનને શરીર ઘણું જલદી પચાવી લે છે. જેનાથી પાચન શક્તિ સારી રહે છે.