મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મલેશિયામાં મળેલા કોરોના વાયરસના નવા રૂપ (સ્ટ્રેન)એ વિજ્ઞાનીકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે અહીં હજુ કોવીડ 19ની દવા શોધવામાં મહેનત કરી રહેલા વૈજ્ઞાનિકો માટે નવો અને મોટો પડકાર સામે આવી રહ્યો છે જે કદાચ નવેસરથી એકડો ઘુંટાવે તેવો છે. આવું એટલે છે કે અત્યાર સુધી મળેલા કોવીડ સ્ટેન્સથી 10 ગણો વધુ સંક્રામક હોવાનું કહેવાઈ રહ્યું છે. મલેશિયાના એક ક્લસ્ટરમાં સામે આવેલા 45 માંથી ઓછામાં ઓછા 3 કેસમાં આ સ્ટેન D614G હોવાનું સામે આવ્યું છે. દુનિયાના કેટલાક ભાગોમાં આ સ્ટ્રેનને પહેલા પણ જોવાયો હતો. યુરોપ અને અમેરિકામાં આ વૈરિયંટ મોટી માત્રામાં મળ્યો હતો.

ભારતીય કનેક્શન આવતા દેશ માથે ચિંતાનું વાદળ

મલેશિયામાં જે ત્રણ વ્યક્તિમાં કોરોનાનું D614G મળ્યું છે, તેમાં એક રેસ્ટોરાં માલિક પણ છે જે ભારતથી પાછો આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે તેણે 14 દિવસનું હોમ ક્વોરંટાઈન ફોલો જ કર્યું નથી જેના કારણે સંક્રમણ વધુ ફેલાઈ ગયું છે. હવે તે વ્યક્તિને પાંચ મહિના માટે જેલ મોકલી દેવાયો છે. સાથે જ મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મલેશિયાના જ એક વધુ ક્લસ્ટરમાં આ સ્ટ્રેનના કેસ સામે આવ્યા છે. અહીંના લોકો ફિલિપિંથી પાછા આવીને મલેશિયા આવ્યા હતા.

હોસ્પિટલમાં જ થઈ હતી સુનાવણી

કેદાહ પ્રાંતના હોસ્પિટલમાં થયેલી ખાસ સુનાવણીમાં 57 વર્ષનો તે વ્યક્તિ કુલ 4 આરોપોમાં દોષિત ઠેરવાયો છે. અહીં જ આ વ્યક્તિની સારવાર ચાલી રહી હતી. તેના કારણે મલેશિયામાં દઝનબંધ લોકોમાં ઈન્ફેક્શન ફેલાયું. આ શખ્સ પર 2864 ડોલરનો દંડ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓ અનુસાર તેનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે બીજો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તો તેના પરિવાર, રેસ્ટોરાં કર્મચારી, ગ્રાહકો સહિત ડઝનબંધ લોકોની તપાસ કરવામાં આવી તો તેઓ પણ પોઝિટિવ નિકળ્યા હતા.

શું છે આ D614G સ્ટ્રેન?

D614G તે પ્રોટિનમાંથી મળે છે જે વાયરસના 'સ્પાઈક' ને બનાવે છે. આ જ સ્પાઈક આપણી કોષિકાઓ પર આક્રમણ કરે છે. આ મ્યૂટેશન અમીનો એસીડ ડી (આસ્પાર્ટિક એસિટ)થી જી (ગ્લાઈસીન), પોઝિશન 614 પર બદલાય છે. તેના કારણે તેનું નામ D614G રાખવામાં આવ્યું છે. કોરોના વાયરસની શરૂઆત પછી તેના ઘણા મ્યૂટેશન સામે આવ્યા છે. આ સ્ટ્રેન એટલે D614G પહેલીવાર ફેબ્રુઆરીમાં યુરોપની અંદર સામે આવ્યો હતો. તે પછીથી આ SARS-CoV-2 નું એક પ્રમુખ વેરિયંટ બની ગયું છે. દુનિયાભરમાં સેમ્પલ્સમાં આ સ્ટ્રેન મળ્યું છે. કેટલાક રિસર્ચર્સના અનુસાર, આ મ્યૂટેશનના થકી વાયરસને એક પ્રકારે બાયોલોજીકલ એજ મળી જાય છે. જેનાથી તેઓ દુનિયાભરમાં ફેલાવા માટે સક્ષમ બની જાય છે.

ફ્લોરિડાની સ્ક્રિપ્સ યુનિવર્સિટીમાં થયેલા પરિક્ષણ અનુસાર, આ મ્યૂટેટેડ વાયરસ માનવીય કોશિકાઓમાં ઘૂસવામાં વધુ સક્ષમ છે. રિસર્ચર્સ અનુસાર, સ્પાઈક પ્રોટિન્સમાં બદાલવથી તે એક સાથે જોડાઈને કોશિકાઓ પર હુમલો કરવાની ક્ષમતા વધારી દે છે. ન્યૂયોર્કમાં થયેલી એક સ્ટડી કહે છે કે મ્યૂટેટેડ વાયરસથી ઝડપી સંક્રમણ ફેલાય છે.

નવા સ્ટ્રેનમાં ચિંતા જેવી વાત કઈ?

મલેશિયાઈ સ્વાસ્થ્ય વિભાગના મહાનિદેશક નૂર અબ્દુલ્લા મુજબ, આ સ્ટ્રેન મામલો સામે આવ્યાના ભયંકર પરિણામ થઈ શકે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી વેક્સીન પર જે પણ સ્ટડીઝ થઈ છે તે આ સ્ટ્રેન માટે પુરતી નહીં થઈ શકે. એ પણ સંભવ છે કે, આ મ્યૂટેશન પર વેક્સીનની કોઈ અસર ન થાય. તેમણે કહ્યું કે, આ સમયે ક્લસ્ટર્સને મેનેજ કરવામાં આવી રહ્યા છે. અમે સતત ફોલોઅપ કરી રહ્યા છીએ અને અલગ અલગ પરિસ્થિતિઓ માટે તૈયાર થઈ રહ્યા છીએ.

જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે અત્યાર સુધી આ પ્રકારના પુરાવા નથી મળ્યા કે સ્ટ્રેનના કારણે વધુ ગંભીર બીમારી થાય છે. સેલ પ્રેસમાં છપાયેલા એક રિસર્ચ પેપરમાં પણ કહેવાયું કે આ મ્યૂટેશનની હાલ ડેવલપ કરાઈ રહેલી વેક્સીનની અસર પર વધુ પ્રભાવ પડવાની સંભાવનાઓ નથી.

(અહેવાલ સહાભારઃ નવભારત ટાઈમ્સ)