મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોરોનાની ભયંકર બીજી લહેર વચ્ચે, દુનિયાભરમાં રસીકરણ અભિયાન ખુશીનો માહોલ ભરી રહ્યું છે. ઘણા લોકો વેક્સીન લગાવી ચુક્યા છે. જ્યારે ઘણાએ હજુ પહેલો ડોઝ લગાવડાવ્યો છે અને ઘણા બીજો ડોઝ પણ લઈ ચુક્યા છે.

ત્યાં જ ઘણા લોકો વેક્સીન લગાવ્યા પછી ખુબ જ ખુશ છે. લોકો નક્કી રૂપે સુરક્ષિત થઈને સેલિબ્રેટ કરી રહ્યા છે. તેનું એક ઉદાહરણ ગુરદીપ પંધેર નામના એક જાણિતા ભાંગડા ડાન્સર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક આનંદમય વીડિયો છે. કેનેડાના યુકોનમાં એક જામી ગયેલા તળાવમાં પંઢેરએ કોવીડ રસીકરણનો બીજો ડોઝ મેળવીને ખુશીમાં ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો તેમણે 7 એપ્રિલે શેર કર્યો હતો જે આપને પણ ડાન્સ કરવા પર મજબૂર કરી દેશે.